હવેથી કોઈપણ PI રાત્રે 12 વાગ્ય પહેલા નહીં છોડી શકે પોલીસ સ્ટેશન, કમિશ્નરનો આદેશ

Spread the love

અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિકે શહેરની પોલીસ ટીમ માટે કડક નિર્દેશો જાહેર કર્યા છે. તેમના આદેશ મુજબ, શહેરના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર (PI)એ રાત્રે 12 વાગ્યા સુધી પોતાના વિસ્તારમાં હાજર રહેવું ફરજિયાત છે. આ સાથે, દરરોજ સાંજે 4થી 6 વાગ્યા દરમિયાન તેઓએ પોલીસ સ્ટેશનમાં રહીને મુલાકાત માટે આવતા નાગરિકોની સમસ્યાઓ સાંભળવી પડશે.

જો કોઈ PI આ સમયે ગેરહાજર જણાશે, તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ ઉપરાંત, પોલીસ કમિશનરે ખાસ પોલીસ કમિશનર, સંયુક્ત પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર અને મદદનીશ પોલીસ કમિશનરને પણ નિર્દેશ આપ્યા છે. તેમણે દરરોજ બપોરે 12થી 4 વાગ્યા દરમિયાન પોતાની કચેરીમાં હાજર રહીને મુલાકાતીઓની રજૂઆતો સાંભળવાની રહેશે. જો મુલાકાતી લેખિત અરજી આપે, તો તે સ્વીકારીને કાયદેસર કાર્યવાહી કરવી પડશે. અનિવાર્ય સંજોગોમાં જો અધિકારી હાજર ન હોય, તો તેમના રીડર પો.સ.ઇ. અથવા અંગત મદદનીશે અરજદારોને મળીને તેમની વાત સાંભળવી પડશે.

વધુમાં, પોલીસ ઈન્સ્પેક્ટરે સાંજે 6થી રાત્રે 9 વાગ્યા દરમિયાન પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ, વાહન ચેકિંગ, ગુનેગારોની તપાસ, નાસતા-ફરતા આરોપીઓનું ચેકિંગ અને હિસ્ટ્રીશીટરોની દેખરેખ જેવી કામગીરી કરવી પડશે. આ નિયમોનું પાલન થાય છે કે નહીં, તેની ખાતરી કરવા નાયબ પોલીસ કમિશનરોને તેમના તાબા હેઠળના પોલીસ સ્ટેશનોની અચાનક મુલાકાત લઈને તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com