અમદાવાદમાં પ્રોપર્ટી ધરાવનારા માટે મોટી ખબર, કોર્પોરેશન શરૂ કરી રહી છે એક સરવે, જાણી લેવું જરૂરી છે

Spread the love

 

Property Investment અર્પણ કાયદાવાલા/અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન થોડા સમયમાં પોતાની હદમાં આવતી તમામ પ્રકારની મિલકતોનું જીઓ ટેગિંગ કરવા તરફ આગળ વધી રહ્યું છે. ડ્રોન ટેકનોલોજીની મદદથી સર્વે કર્યા બાદ આખો ડેટા બેઝ તૈયાર કરી રહેણાંક અને કોમર્શિયલ એમ તમામ મિલ્કતોને યુનિક સ્કેનર અને ટેગ કરવાનો મહત્વાકાંશી પ્રોજેક્ટ હાથ પર લેવામાં આવશે.

480 ચોરસ કિલોમીટર કરતા વધુના વિસ્તારમાં ફેલાયેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં સતત અનેક પ્રકારની મિલકતો વધી રહી છે. હાલ amc ચોપડે 17 લાખ આસપાસ નોંધાયેલી મિલકતો છે, જેનાથી 2200 કરોડના ટેક્ષની આવક થાય છે. પણ હજીએ ઘણી મિલકતો એવી છે કે જે amc ચોપડે નોંધાયેલી નથી, જેનો આ પદ્ધતિથી સર્વે કરી તેનો ડેટા એકત્ર થશે. જે બાદ amc સ્ટાફની જવાબદારી પણ નક્કી થશે. આ ઉપરાંત amc ના સોલિડ વેસ્ટ વિભાગના વાહનો પણ એજ કોડને સ્કેન કરી પોતાની હાજરી અને કચરો એકત્ર કરવાની કામગીરી કરશે.

Amc ફક્ત આટલેથી નથી અટકવાનું, આ આખી યોજનાનું ટેન્ડર થાય અને અમલ શરુ થાય એ બાદ શહેરમાં ફૂટપાથ કે રોડ પર ઉભા રહી ધંધો વ્યવસાય કરતા લારી ગલ્લા ધરાવનાર તમામ લોકોનો ડેટા પણ એકત્ર કરવા આયોજન કરી રહ્યું છે. જેથી દેશના જુદા જુદા ભાગ માંથી ધંધા રોજગાર માટે આવતા લોકોની માહિતી એકત્ર થઇ શકે. જેના આધારે બજેટ સંબંધી આગોતરી તૈયારી કરી શકાય.

હાલ તો amc સાશકોના આ નિર્ણય બાદ amc વહીવટી તંત્ર પ્રોજેક્ટની વહીવટી પ્રક્રિયા તરફ આગળ વધી રહ્યું છે. જોવાનુ રહેશે કે આખરે આ મહ્ત્વકાંશી પ્રોજેક્ટનો અમલ કેવો અને ક્યારે થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *