અમેરિકામાં ફાર્માસ્યુટીકલ અને સેમીકન્ડકટર ચીપની આયાતનો મોટો પ્રવાહ સર્જાવાની ધારણા વચ્ચે ટ્રમ્પે સ્પીડબ્રેકર મુક્યુ
વોશિંગ્ટન,
ભારત સહિત વિશ્વના 180 દેશ પર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફની જાહેરાત કર્યા બાદ ફાર્મા અને સેમીકન્ડકટર ક્ષેત્રએ જે રાહત લીધી હતી તે
અલ્પજીવી નીવડે તેવા સંકેત છે અને ટુંક સમયમાં જ અમેરિકા હવે ફાર્માસ્યુટીકલ અને સેમીકન્ડકટરની અમેરિકામાં આયાત પર ટેરીફની જાહેરાત કરશે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ફાર્માસ્યુટીકલની અમેરિકામાં જંગી આયાત થઈ રહી છે અને ચીપની આયાત પર ઝડપથી શરુ થશે અને આ આયાતો એટલી હશે કે આપણે તે કદી જોઈ નહી હોય. અમે ફાર્માસ્યુટીકલને અલગ કેટેગરીમાં રાખ્યુ છે અને નજીકના ભવિષ્યમાં જ તેના પર ટેરીફની જાહેરાત થશે. આ અંગે વિચારણા શરુ થઈ રહી હોવાનું ટ્રમ્પે એરફોર્સ વનમાં પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું.
જે રીતે ગઈકાલે પ્રમુખ ટ્રમ્પે ફાર્માસ્યુટીકલને ટેરીફ જાહેરાતથી બહાર રાખ્યા હતા તેથી ભારતના ફાર્માસ્યુટીકલ ઉધોગને જબરી રાહત થઈ હતી. શેરબજારમાં પણ ફાર્મા શેરોમાં જબરો ઉછાળો નોંધાયો હતો. પણ ટ્રમ્પની આ જાહેરાત સાથે જ હવે દેશના ફાર્મા ઉદ્યોગને પણ આગામી દિવસોમાં મોટો ફટકો પડે તેવી શક્યતા છે. ભારતીય ફાર્મા ઉદ્યોગ અમેરિકામાં સૌથી મોટુ નિકાસકાર છે અને અનેક કંપનીઓ અમેરિકાના બજાર પર જ આધારિત છે અને તેથી ટ્રમ્પની જાહેરાત હવે ફાર્મા ક્ષેત્ર માટે પણ અન્ય ક્ષેત્રની જેમ મુશ્કેલી લાવશે તેવા સંકેત છે. સેમીકન્ડકટર ચીપમાં ભારત હજુ પ્રારંભીક તબકકે છે અને અમેરિકન સહિતની કંપનીઓ ભારતમાં સેમીકન્ડકટર પ્લાન નાંખી રહી છે અને ઉત્પાદન હજુ શરુ