ગાધીનગર ઉત્તર બેઠકના ધારાસભ્ય રીટા બહેન પટેલ આયોજિત રમતોત્સવ 2025નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં શનિવારે રાત્રે પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પોતે પણ આ રમતોત્સવમાં ક્રિકેટ રમતમાં બેટિંગ કરવાનો આનંદ લીધો હતો અને રમતોત્સવમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું. ઉદઘાટન પ્રસંગે ધારાસભ્ય રીટા બહેન, રાજ્યસભા સાંસદ મયંક નાયક, ગાંધીનગર શહેર ભાજપના રુચિર ભટ્ટ અને સંગઠનના પદાધિકારીઓ જોડાયા હતા.