અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફની વિશ્વભરના બજારો પર મોટી અસર પડી રહી છે. સોમવારે એશિયન શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો. બજાર ખુલતાની સાથે જ જાપાનના નિક્કીમાં ૨૨પ પોઈન્ટનો ઘટાડો નોંધાયો. એક કલાક પછી, તે ૭.૧ ટકા ઘટીને ૩૧,૩૭૫.૭૧ પર બંધ થયો. તે જ સમયે, દક્ષિણ કોરિયાનો કોસ્પી ૫.૫ ટકા ઘટીને ૨,૩૨૮.પર પર બંધ રહ્યો હતો જ્યારે ઓસ્ટ્રેલિયાનો S&P/ASX ૨૦૦ પણ ૬.૩ ટકા ઘટીને ૭,૧૮૪.૭૦ પર બંધ રહ્યો હતો. હોંગકોંગ શેરબજારમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો. હોગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ ૯ ટકાથી વધુ ઘટ્યો. શુક્રવારે, યુએસ નાસ્ડેક ૬ ટકાના ઘટાડા સાથે બંધ થયો.
એવો અંદાજ છે કે જો આ ઘટાડો ભારતીય શેરબજારમાં થયો હોત, તો સીધો ૧૪૦૦ પોઈન્ટનો ઘટાડો થયો હોત. તમને જણાવી દઈએ કે શેરબજારમાં ઘટાડા પર ટ્રમ્પે કહ્યું હતું કે જો બિડેનના કાર્યકાળ દરમિયાન અન્ય દેશોએ અમેરિકા સાથે ખરાબ વર્તન કર્યું હતું. આ આપણા નબળા નેતળત્વને કારણે થયું. તમને જણાવી દઈએ કે ટ્રમ્પની જાહેરાત બાદ શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકન શેરબજારથી લઈને એશિયન શેરબજારો સુધી, બધા જ ઘટયા. બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સીમાં પણ તીવ્ર ઘટાડો થયો. આનાથી રોકાણકારોમાં ડર પેદા થયો છે કે ટેરિફથી ફુગાવો વધશે અને અર્થતંત્ર મંદી તરફ આગળ વધી શકે છે.
અગાઉ, નિષ્ણાત જિમ ક્રેમરે ચેતવણી આપી હતી કે યુએસ બજારો ૧૯૮૭ જેવી જ વિનાશનો સામનો કરી શકે છે, જ્યારે ડાઉ જોન્સમાં અત્યાર સુધીનો સૌથી મોટો એક દિવસનો ઘટાડો જોવા મળ્યો હતો. એક ટીવી શોમાં દેખાતા ક્રેમરે જણાવ્યું હતું કે સોમવારે પ્રથમ ટ્રેડિંગ દિવસે ૧૯૮૭ના “બ્લેક મન્ડે” પછીનો સૌથી ખરાબ એક દિવસીય ઘટાડો થઈ શકે છે. જ્યારે અમેરિકાના ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજના નેતળત્વમાં વિશ્વભરના બજારોમાં તીવ્ર ઘટાડો થયો હતો. તેમણે દાવો કર્યો હતો કે જો અમેરિકન રાષ્ટ્રપતિ એવા દેશોનો સંપર્ક નહી કરે જેમણે અમેરિકા પર બદલો લેવા માટે ટેરિફ લાદ્યો નથી, તો પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.
છેવટે, આ “બ્લેક મન્ડે”શું છે?.હવે ચાલો તમને જણાવીએ કે ૧૯૮૭નો તે દિવસ ખરેખર કયો છે જેની યાદ નિષ્ણાત જીમ ક્રેમર આપણને આપી રહ્યા છે? તો ચાલો તમને જણાવી દઈએ કે ૧૯ ઓક્ટોબર, ૧૯૮૭ સોમવાર હતો અને આ દિવસે અમેરિકન શેરબજારમાં ભારે વિનાશ થયો હતો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ ૨૨.૬ ટકા ઘટયો. એટલું જ નહી, S&P-૫૦૦ ઇન્ડેક્સ ૨૦.૪% ઘટયો હતો અને તેની અસર સમગ્ર વિશ્વમાં જોવા મળી હતી. હવે જીમ ક્રેમરે કહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફથી બજારમાં ૧૯૮૭ પછીનો સૌથી મોટો ઘટાડો થઈ શકે છે.