૨૭ વર્ષ બાદ ભારતીય રાષ્ટ્રપતિનો પોર્ટુગલ પ્રવાસ અને સ્લોવાકિયાનો ૨૯ વર્ષમાં પ્રથમ સત્તાવાર પ્રવાસ
લિસ્બન/બ્રાતિસ્લાવા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રવિવારે પોર્ટુગલ અને સ્લોવાકિયાની સત્તાવાર રાજકીય મુલાકાત માટે રવાના થયાં હતા. તેઓ પોર્ટુગલની રાજધાની લિસ્બન પહોંચ્યા છે આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ ભારતના યુરોપિયન સંઘના બે મહત્ત્વના દેશો સાથેના સંબંધોને વધુ મજબૂત કરવાનો છે. પોર્ટુગલની મુલાકાત ૨૭ વર્ષ બાદ ભારતીય રાષ્ટ્રપતિનો પ્રવાસ કહી શકાય. રાષ્ટ્રપતિ મુર્મુ સૌપ્રથમ પોર્ટુગલની રાજધાની લિસ્બન પહોંચ્યા ૭–૮ એપ્રિલ દરમિયાન તેઓ પોર્ટુગલના રાષ્ટ્રપતિ માર્સેલો રેબેલો ડી સૂસા સાથે મુલાકાત અને પ્રતિનિધિમંડળ સ્તરની ચર્ચા કરી રહ્યા છે. આ ઉપરાંત, તેઓ પોર્ટુગલના વડાપ્રધાન લુઇસ મોન્ટેનેગ્રો તેમજ નેશનલ એસેમ્બલીના અધ્યક્ષ જોસ પેડ્રો એગુઇઆર-બ્રાન્કો સાથે પણ બેઠક યોજી રહ્યા છે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત અને પોર્ટુગલ પોતાના રાજનયિક સંબંધોની પુનઃસ્થાપનાના ૫૦ વર્ષની ઉજવણી કરી રહ્યાં છે.
ભારતીય રાષ્ટ્રપતિની પોર્ટુગલની આ પ્રથમ મુલાકાત ૨૭ વર્ષમાં થઈ રહી છે, જે બંને દેશો વચ્ચેના ઐતિહાસિક અને મૈત્રીપૂર્ણ સંબંધોને નવી ગતિ આપશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સ્લોવાકિયાની મુલાકાત એ ૨૯ વર્ષમાં પ્રથમ સત્તાવાર પ્રવાસ હશે. જે પછી ૯-૧૦ એપ્રિલ દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુ સ્લોવાકિયાની મુલાકાતે જશે. અહીં તેઓ સ્લોવાકિયાના રાષ્ટ્રપતિ પીટર પેલેગ્રિની અને વડાપ્રધાન રોબર્ટ ફિકો સાથે દ્વિપક્ષીય બેઠકો યોજશે. ૨૯ વર્ષમાં કોઈ ભારતીય રાષ્ટ્રપતિની આ પ્રથમ સ્લોવાકિયા મુલાકાત છે, જે ભારત-સ્લોવાકિયા સંબંધોને નવું પરિમાણ આપશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ખાસ મુલાકાતથી ભારત-યુરોપ સંબંધોને નવી દિશા મળશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, રાષ્ટ્રપતિની આ રાજકીય મુલાકાત ભારત અને યુરોપિયન સંઘના સંબંધોને મજબૂત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. ભારત અને પોર્ટુગલ તેમજ સ્લોવાકિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને આ મુલાકાતથી વધુ ગાઢ બનાવવાનો પ્રયાસ છે.