
વૈશ્વિક વેપારમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. વિયેતનામ, તાઈવાન અને ઝિમ્બાબ્વેએ શરણાગતિ સ્વીકારી લઈ અમેરિકાથી આયાત થતી તમામ વસ્તુઓ પર લગાવેલા આયાત ટેરિફને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. આ પગલું અમેરિકાના આર્થિક દબાણ અને વેપાર સંબંધોને મજબૂત કરવાના પ્રયાસના ભાગરૂપે જોવામાં આવી રહ્યું છે. જાપાનના વડાપ્રધાનની મોટી જાહેરાત કરી.
જાપાનના વડાપ્રધાને જણાવ્યું છે કે તેઓ અમેરિકાની મુવાકાત લેવા અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેરિફ અંગે વાટાઘાટો કરવા તૈયાર છે. આ પગલું જાપાનના વેપારી હિતોને સુરક્ષિત રાખવા અને અમેરિકા સાથેના સંબંધોને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે લેવામાં આવી રહ્યું છે. આ નિર્ણયો વૈશ્વિક અર્થતંત્ર પર ઊંડી અસર કરી શકે છે. ખાસ કરીને એશિયા અને આફ્રિકાના દેશોના વેપારમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.