
મુર્શિદાબાદમાં વકફ કાયદાને લઈને હિંસામાં 22 લોકોની ધરપકડ કરાઈ
મુસ્લિમ લો બોર્ડનો વિરોધ, સુપ્રીમ કોર્ટમાં 10 અરજી પર 16 એપ્રિલે સુનવણી
જાંગીપુર અને તેની આસપાસના અન્ય વિસ્તારો પર મોટી પોલીસ ટુકડી દ્વારા કડક નજર
જાંગીપુર/કોલકાતા (પ.બંગાળ)
હજુ તો મણીપુરમાં હિંસા મામલે કોઈ નિવેડો આવ્યો નથી ને ત્યાં તો હવે પશ્ચિમ બંગાળમાં હિંસા ફાટી નીકળી છે. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં હવે હિસા ફાટી નીકળી છે અને આગ ચાંપી ની ઘટનાઓ પણ સામે આવી છે. બહુમતીવાળા ધર્મના લોકોએ આસપાસના તમામ વિસ્તારમાં સાધનો, સરકારી જગ્યાને નુકશાન અને સાથે રસ્તા બ્લોક કરી પુતળું બાળીને વિરોધ પર ઉતર્યા. તમને જણાવીએ, પશ્ચિમ બંગાળના મુસ્લિમ બહુમતીવાળા મુર્શિદાબાદ જિલ્લામાં વકફ (સુધારા) કાયદાના વિરોધ દરમિયાન થયેલી હિંસાના સંદર્ભમાં અત્યાર સુધીમાં 22 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કહ્યું કે હાલ ત્યાં શાંતિ છે. સંવેદનશીલ વિસ્તારો ખાસ કરીને જાંગીપુર અને તેની આસપાસના અન્ય વિસ્તારો પર મોટી પોલીસ ટુકડી કડક નજર રાખી રહી છે.
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ સુધારા કાયદાના વિરોધમાં થયેલી હિંસા બાદ પોલીસે 22 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા 22 લોકોમાંથી આઠ ગુનેગારોને વધુ તપાસ માટે પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. મંગળવાર (8 એપ્રિલ)થી દેશભરમાં વક્ફ સુધારો કાયદો લાગુ કરવામાં આવ્યો. આ પછી મુર્શિદાબાદ જિલ્લાના જાંગીપુર વિસ્તારમાં હિંસા ફાટી નીકળી. અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163 લાગુ કરવામાં આવી હતી. આ વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ છે.
8 એપ્રિલ વક્ફ કાયદાના વિરોધ દરમિયાન વિરોધીઓ દ્વારા ઘણા વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. આમાં પોલીસ વાહનોનો પણ સમાવેશ થતો હતો. અથડામણ દરમિયાન વિરોધીઓએ પથ્થરમારો કર્યો જેમાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં વક્ફ એક્ટ લાગુ કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું હતું- જ્યાં સુધી મમતા દીદી પશ્ચિમ બંગાળમાં છે, ત્યાં સુધી તેઓ મુસ્લિમ સમુદાયની સંપત્તિનું રક્ષણ કરશે. વક્ફ સુધારા બિલ પસાર થયા પછી સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધીમાં 12 અરજીઓ દાખલ કરવામાં આવી છે. કોર્ટ આ અંગે 16 એપ્રિલે સુનાવણી કરશે. તે જ સમયે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે 11 એપ્રિલથી દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડ ગુરુવારે ભોપાલમાં વિરોધ પ્રદર્શન કરશે.