
સરકારનું સેમિકન્ડક્ટર અને AI (કળત્રિમ બુદ્ધિ) મિશન ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારતે વર્ષ ૨૦૩૦ સુધીમાં $૫૦૦ બિલિયનના ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનનું લક્ષ્ય રાખ્યું છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી, રેલ્વે અને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે ગ્રાઉન્ડ લેવલ પર થઈ રહેલા કાર્ય અને સ્થાનિકીકરણ તરફ લેવામાં આવી રહેલા પગલાંની વિગતવાર ચર્ચા કરી. અમે ૨૫ એવા ચિપસેટ ડિઝાઇન કરવા માટે કામ કરી રહ્યા છીએ જ્યાં IP (બૌદ્ધિક સંપત્તિ) ભારતીય માલિકીની હશે. આમાં એવી ચિપ્સનો સમાવેશ થાય છે જ્યાં રોજિંદા સાયબર સુરક્ષા જોખમો વધારે હોય છે. જેમ કે સર્વેલન્સ કેમેરા અથવા Wi-Fi એક્સેસ પોઈન્ટમાં વપરાતી ચિપ્સ. આ વિસ્તારમાં DLI યોજના હેઠળ અમારી પાસે આવા ૧૩ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે અને કેટલાકમાં સારી પ્રગતિ થઈ ગઈ છે.
આગળ વધુમાં કહ્યું, આ ચિપસેટ્સનો ઉપયોગ બધા વપરાશકર્તાઓ કરી શકે છે. સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ, બેંગલુરુ તેની નોડલ એજન્સી છે. જ્યારે આપણી પાસે પોતાની બૌદ્ધિક સંપત્તિ હોય છે. ત્યારે આપણને સાયબર હુમલાઓથી વધુ સારી સુરક્ષા મળે છે, પરંતુ તે એક ઉત્પાદન પણ બની જાય છે. આપણે સારી પ્રગતિ કરી રહ્યા છીએ. અમે ૨૪૦ કોલેજો અને સંસ્થાઓને વિશ્વના શ્રેષ્ઠ ડિઝાઇન-સોફટવેર ટૂલ્સ પૂરા પાડયા છે જેથી તેઓ ચિપ્સ ડિઝાઇન કરી શકે. તે સાધનોનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઇન કરાયેલી પ્રથમ ૨૦ ચિપ્સ ટૂંક સમયમાં મોહાલી સ્થિત સેમિકન્ડક્ટર લેબોરેટરીમાં બનાવવામાં આવશે. આનાથી વિદ્યાર્થીઓને વિશ્વાસ મળશે કે તેઓ ચિપ ડિઝાઇન, ચકાસણી અને ઉપયોગ કરી શકે છે. જો તેઓ આ કરશે. તો તેઓ પોતે એક સ્ટાર્ટઅપ બની શકશે. આનાથી આપણને ૧૦ વર્ષમાં ૮૫,૦૦૦ ઇજનેરો સાથે પ્રતિભાનો મોટો સમૂહ બનાવવામાં મદદ મળશે.
વધુમાં તેમણે કહ્યું, છેલ્લા ૧૦ વર્ષમાં, અમે દેશમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં ૧૭ ટકાના દર સાથે ૫ ગણો વધારો કર્યો છે અને ઇલેક્ટ્રોનિક્સ નિકાસમાં ૨૦ ટકાથી વધુના CAGR સાથે 9 ગણો વધારો કર્યો છે. પીએલઆઈએ આમાં મુખ્ય ભૂમિકા ભજવી કારણ કે તેણે ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં ૨૫ લાખ વધારાની નોકરીઓનું સર્જન કર્યું. સ્થાનિક મૂલ્યવર્ધનમાં ૨૦ ટકાનો વધારો થયો છે. આની સરખામણી કોઈપણ એક દેશના સૌથી વધુ મૂલ્યવર્ધન સાથે કરો. કોઈપણ દેશમાં તેની મહત્તમ મર્યાદા ૩૮ થી ૪૦ ટકાની રેન્જમાં છે. તે 30 વર્ષમાં પ્રાપ્ત થયું હતું પરંતુ અમે ૧૦ વર્ષમાં ૨૦ ટકા મૂલ્યવર્ધન પ્રાપ્ત કર્યું છે.
વધુમાં ઉમેર્યું કે, અમે ઇલેક્ટ્રોનિક્સમાં આયાત આધારિત વળદ્ધિને બદલે નિકાસ આધારિત વળદ્ધિ માનસિકતા વિકસાવી રહ્યા છીએ. પ્રધાનમંત્રી આપણને 8 મેક ઇન ઇન્ડિયા એન્ડ મેક ફોર ધ વર્લ્ડ એટલે કે વિશ્વ માટે ભારતમાં ઉત્પાદન માટે પ્રેરણા આપે છે. આપણે મોટા પાયે ઉત્પાદન કરવું જોઈએ. મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રોનિક ભાગો નિકાસ માટે હશે. આપણે વૈશ્વિક મૂલ્ય શળંખલામાં જોડાઈશું. અમે રાજ્ય સરકારો સાથે મળીને ઝડપી મંજૂરીઓ વગેરે સુનિયતિ કરવા માટે કામ કરી રહ્યા છીએ. પેનલ બનાવવાનો આગળનો રાઉન્ડ ચાલુ છે. આ વખતે પ્રતિભાવ પહેલી વખત જેટલો જ સારો રહ્યો છે. બીજા તબક્કામાં, અમે પહેલા રાઉન્ડની જેમ જ GPU પ્રાપ્તિની અપેક્ષા રાખીએ છીએ. તેથી, દેશમાં AI માટે કમ્પ્યુટિંગ પાવરની કોઈ અછત રહેશે નહીં.