ગૂગલમાંથી સેંકડો કર્મચારીઓની છટણી કરાઈ હોવાના અહેવાલ!

Spread the love

 

 

ગૂગલે ફરી એક વાર સેંકડો કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય કર્યો છે. કંપની એન્ડ્રોઇડ સોફટવેર, પિક્સલ સ્માર્ટફોન અને ક્રોમ બ્રાઉઝર જેવી ટીમોમાંથી કર્મચારીઓને છૂટા કરશે. ગૂગલે તેના પ્લેટફોર્મ અને ડિવાઇસ ડિવિઝનમાંથી સેંકડો કર્મચારીઓને કાઢી મૂકયા છે. આ છટણી ગુરુવારે થઈ હોવાના અહેવાલ છે. ગૂગલે જાન્યુઆરી ૨૦૨૫માં તેના આંતરિક પુનર્ગઠન પ્રયત્નોના ભાગરૂપે તે જ યુનિટમાં કર્મચારીઓને સ્વૈચ્છિક બાયઆઉટની ઓફર કર્યાના મહિનાઓ પછી આ છટણી કરવામાં આવી છે.

ગૂગલના પ્રવક્તાએ આ પગલાની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે ગયા વર્ષે પ્લેટફોર્મ અને ડિવાઇસિસ ટીમોને સંયોજિત કર્યા પછી અમે વધુ સક્રિય બનવા અને વધુ કાર્યક્ષમ રીતે સંચાલન કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આમાં સ્વૈચ્છિક એક્ઝિટ પ્રોગ્રામ્સ તેમ જ કેટલાક જોબ કટ સામેલ છે. છટણીના આ તાજા સમાચાર પર ગૂગલે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. ટેક જાયન્ટે આ પહેલાં ઘણા વિભાગોમાંથી કર્મચારીઓને કાઢી મૂક્યા હતા. ફેબ્રુઆરી ૨૦૨૫માં કંપનીએ ક્લાઉડ ડિવિઝનના લોકોને છૂટા કર્યા હતા.

જોકે તે સમયે આ છટણીથી માત્ર અમુક ટીમોને જ અસર થઈ હતી. હવે એવું લાગે છે કે તાજેતરની છટણી મોટા પાથે કરવામાં આવી છે અને તેનાથી પુનર્ગઠન હેઠળની ઘણી ટીમોને અસર થઈ છે. આ પહેલાં જાન્યુઆરી ૨૦૨૩માં ગૂગલે ૧૨,૦૦૦ નોકરીઓને નાબૂદ કરવાની યોજનાની જાહેરાત કરી હતી, જે તેના વૈશ્વિક કાર્યબળના છ ટકા છે. આ નવી જોબ કટ કામગીરીને સુવ્યવસ્થિત કરવાના અને નેડક્ટ ટીમોમાં સંસાધનોની વધુ કાર્યક્ષમ રીતે પુનઃફાળવણી કરવાના તેના સતત પ્રયાસોનો એક ભાગ હોવાનું જણાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *