હૈદરાબાદ
તેલંગાણાના સૂર્યાપેટની અદાલતે એક કલિયુગી માને ફાંસીની સજા ફટકારી છે. જેણે એવો ગુનો કર્યો છે કે, સાંભળી જ તમારી રૂંવાટા ઊભા થઈ જશે. પૂજા પાઠના નામ પર આ મહિલાએ પોતાની ૭ મહિનાની માસૂમ બાળકીને બલિ ચડાવી દીધી હતી. કારણ? એક પાખંડી જ્યોતિષે કહ્યું હતું કે, તેને સર્પદોષ છે. ૩૨ વર્ષની ભારતી ઉફ લસ્યાએ ૧૫ એ-લિ ૨૦૨૧ના રોજ ઘરમાં પૂજાનું નાટક રચ્યું. માથે સિંદૂર લગાવ્યું. શરીર પર હળદર લગાવી પોતાની દીકરીને પણ પૂજામાં સામેલ કરી અને પછી, ગળું કાપી નાખ્યું. જીભ ચીરી નાખી, માસૂમ કણસતી રહી. પરંતુ માને દયા ન આવી બાળકીની ચીખો સાંભળીને તેના દાદા, જે પથારીવશ હતા. તે જેમ તેમ બેઠા થયા, તેણે જોયું કે, પુત્રવધૂ લોહીથી લથબથ બહાર નીકળી રહી છે. તેણે કહ્યું, “દીકરીની બલિ આપી દીધી. હવે મારી દોષ ખતમ.”
પડોશીઓએ બાળકીને હોસ્પિટલ પહોંચાડી. પરંતુ ત્યાર સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. પોલીસે ઘટના સ્થળે જ આરોપીની ધરપકડ કરી લીધી. અદાલતમાં ૧૦ સાક્ષી રજૂ થયા. પુરાવા એટલા પાકા હતા કે, જજે તેને રેરેસ્ટ ઓફ રેર કેસ માન્યો અને સીધી ફાંસીની સજા સંભળાવી દીધી. પરંતુ નવાઈની વાત એ છે કે, હત્યા બાદ ભારતીને જામીન મળી ગયા અને પતિ કળષ્ણા સાથે રહેવા લાગી. ૨૦૨૩માં એક રાતે જ્યારે કળષ્ણા સૂઈ રહ્યો હતો. ભારતીએ તેના માથા પર એક કિલોનું વજનિયું મારી દીધું. હત્યાના પ્રયાસનો કેસ દાખલ થયો અને કોર્ટે હાલમાં જે તેને ૧ વર્ષની સજા સંભળાવી છે. કળષ્ણા અનુસાર, ભારતી માનસિક રીતે બીમાર છે. લગ્ન પહેલા જ કોઈ જ્યોતિષે તેને સર્પ દોષ હોવાનું કહ્યું હતું. ત્યારથી તાંત્રિક અને ખોટા વીડિયોના રવાડે ચડી ગઈ હતી. દવાઓ આપી. પરંતુ તેણે લીધી નહીં. હવે અદાલતે સ્પષ્ટ કહ્યું છે કે, જે મહિલા પોતાની દીકરીની બલિ આપી શકે તે. સમાજ માટે ઝેર છે. તેને જીવિત રહેવાનો કોઈ હક નથી.