નવી દિલ્હી,
શિકોહાબાદ જમીન કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ રોબર્ટ વાડ્રાને સમન્સ પાઠવ્યા છે. તેમને બીજી વખત સમન્સ પાઠવવામાં આવ્યું છે. અગાઉ, તેમને ૮ એપ્રિલે સમન્સ પાઠવવામાં આવ્યું હતું પરંતુ તેઓ ED સમક્ષ હાજર થયા ન હતા. રોબર્ટ વાડ્રાની કંપની સ્કાયલાઇટ હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડને ગુરુગ્રામમાં ૭.૫૦ કરોડ રૂપિયામાં 3.૫૩ એકર જમીન કોલોની વિકસાવવા માટે આપવામાં આવી હતી અને હરિયાણા સરકારે રોબર્ટ વાડ્રાની કંપનીને લાઇસન્સ આપ્યું હતું. જેનાથી તે આ જમીનના ૨.૭૦ એકરને કોમર્શિયલ કોલોની તરીકે વિકસાવવા માટે પરવાનગી આપી હતી. પરંતુ કોલોની વિકસાવવાને બદલે, રોબર્ટ વાડ્રાની કંપનીએ ૨૦૧૨ માં આ જમીન ઝન્જ યુનિવર્સલ લિમિટેડને ૫૮ કરોડ રૂપિયામાં વેચી દીધી.