પાંચ નાના અમેરિકન વ્યવસાયો વતી બિનપક્ષીય લિબર્ટી જસ્ટિસ સેન્ટર દ્વારા દાવો દાખલ કરવામાં આવ્યો
વોશીંગ્ટન,
અમેરિકામાં એક કાનૂની હિમાયતી જૂથે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર વિરુદ્ધ વ્યાપક ટેરિફને લઈને દાવો દાખલ કર્યો છે. આ જૂથે યુએસ ઇન્ટરનેશનલ ટ્રેડ કોર્ટને અમેરિકન ટ્રેડ ડીલરો પર ટ્રાપના ટેરિફને રોકવા માટે વિનંતી કરી છે. પાંચ નાના અમેરિકન વ્યવસાયો વતી બિનપક્ષીય લિબર્ટી જસ્ટિસ સેન્ટર દ્વારા આ દાવો દાખલ કરવામાં આવ્યો હતો. આ ટેરિફ તે દેશોમાંથી આયાત કરાયેલા માલને લક્ષ્ય બનાવે છે જ્યાં તે લાદવામાં આવ્યા છે અને ટ્રમ્પના લિબરેશન ડે ટેરિફ તેમજ ચીન સામેના અલગ ટેરિફને પડકારે છે. કોઈપણ વ્યક્તિને એવો કર લાદવાની સત્તા ન હોવી જોઈએ જેના વૈશ્વિક અર્થતંત્ર પર આટલા વ્યાપક પરિણામો આવે, લિબર્ટી જસ્ટિસ સેન્ટરના વરિષ્ઠ વકીલ જેફરી શ્વાબએ એક નિવેદનમાં જણાવ્યું હતું. બંધારણ કર દર નક્કી કરવાનો અધિકાર કોંગ્રેસને આપે છે. રાષ્ટ્રપતિને નહીં.
વ્હાઇટ હાઉસના પ્રવક્તા હેરિસન ફિલ્ડો ટ્રાપનો બચાવ કરતા કહ્યું કે રાષ્ટ્રપતિની યોજના દેશની લાંબા ગાળાની વેપાર ખાધ રાષ્ટ્રીય કટોકટીને સંબોધવા માટે વ્યવસાયો અને કામદારો માટે સમાન રમતનું મેદાન પૂરું પાડવાનો પ્રયાસ કરે છે. બીજા એક નાના વ્યવસાય માલિકે ફલોરિડા ફેડરલ કોર્ટમાં આવો જ દાવો દાખલ કર્યો છે. જેમાં ન્યાયાધીશને ટ્રમ્પના ટેરિફને રોકવાની માંગણી કરવામાં આવી છે. ટ્રાપે તેમના તમામ વેપાર ભાગીદારો પર ૧૦ ટકાનો બેઝ ટેરિફ લાદ્યી. જ્યારે વિવિધ દેશો પર અલગ અલગ દર લાદ્યા. તેમણે ભારત પર ૨૬ ટકા ટેરિફ લાદ્યો. જેમાં કહેવામાં આવ્યું કે તે બદલો લેવાનો નથી. જોકે, તેમણે ચીન પર ૧૪૫ ટકા ટેરિફ લાદ્યો. જેણે અમેરિકન માલ પર પણ ૧૨૫ ટકા ટેરિફ લાદ્યો, જેનાથી બંને દેશો વચ્ચે વેપાર તણાવ વધ્યો.
દરમિયાન, ઓટોમોબાઈલ જેવા ક્ષેત્રો પર એક અલગ ટેરિફ (ઓટો ઈન્ડસ્ટ્રીઝ પર ટેક્સ) લાદવામાં આવ્યો છે. ટ્રાપે આ ક્ષેત્ર પર ૨૫ ટકા ટેરિફ લાદ્યો છે. દરમિયાન, તેમણે જાહેરાત કરી કે તેઓ ટૂંક સમયમાં ફામાંસ્યુટિકલ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રો પર ટેરિફની જાહેરાત કરશે. જેને તેમણે શરૂઆતમાં છોડી દીધું હતું. ટ્રમ્પ વહીવટીતંત્ર ટેરિફ લાદતા પહેલા ફાર્માસ્યુટિકલ્સ અને સેમિકન્ડક્ટર્સની આયાતની તપાસ કરી રહ્યું છે.