સેનામાં એક લાખથી વધુ સૈનિકોની જગ્યા ખાલી : ભરતી નહિ થવા પાછળ કોવિડનો સમયગાળો હતો મુખ્ય કારણ!

Spread the love

 

દેશના યુવાનો સરકારી નોકરી માટે આકરી મહેનત અને ભરતી કરવાની માંગ કરી રહ્યા છે અને બીજી તરફ ભારતીય સેનામા યુવાનોની ભરતી માટે અગ્નિવીર યોજનાનો ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે. જો કે અહેવાલો છે કે સેનામાં એક લાખથી વધુ સૈનિકોની જગ્યા ખાલી પડી છે. ભારતીય સેનામાં અધિકારીઓની ૧૭ ટકા અને સૈનિકોની લગભગ ૮ ટકા જેટલી જગ્યા ખાલી હોવાની માહિતી સંરક્ષણ મંત્રાલયે સંસદની સ્થાયી સમિતિને આપી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સંરક્ષણ મંત્રાલયે સંસદની સ્થાયી સમિતિ સમક્ષ જણાવ્યું હતું કે ભારતીય સેનામાં (પહેલી જુલાઈ ૨૦૨૪ના રોજ) અધિકારીઓની વર્તમાન સંખ્યા ૪૨૦૯૫ છે. જ્યારે અધિકળત સંખ્યા ૫૦૫૩૮ છે. આ રીતે સેનામાં ૧૬.૭૧ ટકા અધિકારીઓની અછત છે. આ જગ્યાઓ મેડિકલ કોર્પ્સ, ડેન્ટલ કોર્પ્સ અને મિલિટરી નસિંગ સર્વિસ સિવાયની છે. તેવી જ રીતે સેનામાં જુનિયર કમિશન્ડ ઓફિસર અને સૈનિકોની સંખ્યા (૧ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ) ૧૧,૦૫,૧૧૦ છે. જ્યારે અધિકળત સંખ્યા ૧૧,૯૭,૫૨૦ છે.

તેનો અર્થ એ કે સેનામાં ૯૨૪૧૦ એટલે કે ૭.૭૨ ટકા સૈનિકોની જગ્યાઓ ખાલી પડી છે. ભારતીય આર્મીમાં સૈનિકોની સંખ્યા ઓછી હોવાને કારણે નવા પડકાર ઊભા થાય તો મુશ્કેલી પડી શકે છે, એમ સૂત્રોએ દાવો કર્યો હતો. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે જેમ જેમ અગ્નિપથ યોજના આગળ વધશે તેમ તેમ સૈનિકોની ખાલી જગ્યા પૂરી થશે. તેવી જ રીતે અધિકારીઓની અછત અંગે એવું કહેવામાં આવ્યું હતું કે અધિકારીઓની ખાલી જગ્યાઓ ભરવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે. મંત્રાલયે કહ્યું કે ભરતી પ્રક્રિયામાં પણ સુધારો કરવામાં આવ્યો છે.

જો કે છેલ્લા બે વર્ષમાં સૈનિકોની ભરતી નહિ થવા પાછળ કોવિડનું કારણ આગળ ધરવામાં આવ્યું હતુ. કોવિડના કારણે બે વર્ષ સુધી સૈનિકોની ભરતી થઈ ન હતી. જ્યારે દર વર્ષે 50 હજાર સૈનિક નિવળત્ત થાય છે અને કોવિડના બે વર્ષમાં લગભગ ૧ લાખ ૨૦ હજાર સૈનિકો નિવળત્ત થયા. બાદમાં ૨૦૨૨ થી અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીરની ભરતી કરવામાં આવી અને પહેલા અને બીજા વર્ષમાં ૪૦-૪૦ હજાર અગ્નિવીરોની ભરતી કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સેનામાં ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો છે

પરંતુ ગયા વર્ષે જમ્મુમાં થયેલા આતંકવાદી હુમલા પછી, પ્રશ્ન ઉભો થવા લાગ્યો છે કે શું ટેકનોલોજી સૈનિકોની ખાલી જગ્યાને પૂરી કરી શકશે. પૂર્વી લદ્દાખમાં નબ્દ પર તણાવ વધ્યો ત્યારથી ત્યાં ૫૦ હજાર સૈનિકો તહેનાત છે. ઘણા સૈનિકોને જમ્મુમાંથી ત્યાં મોકલવામાં આવ્યા હતા, જે સ્થળોએ સૈનિકોની સંખ્યા ઓછી કરવામાં આવી છે, ત્યાં આતંકવાદીઓને ફરીથી ઉગવાની તક મળી રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com