યુપીના મેરઠમાં મામીએ ભાણેજ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી યુપીની ઘટના

Spread the love

 

યુપીના મેરઠમાં વાદળી રંગના ડ્રમવાળી ઘટના હજુ ભૂલાઈ નથી. એવામાં ઉત્તર-દેશના જ દેવરિયામાં એક ભયાનક ઘટના સામે આવી છે. અહીં પત્ની રજિયા સુલ્તાનાએ પોતાના પ્રેમી (જે સંબંધમાં ભાણેજ છે) સાથે મળીને પતિ નૌશાદના તીક્ષ્ણ હથિયારથી ટુકડા કરી નાંખ્યા હતા અને મળતદેહના ટુકડા સૂટકેસમાં ભરીને ૬૦ કિલોમીટર દૂર એક ખેતરમાં ફેંકી દીધા હતા. પતિ નૌશાદને એ જ સૂટકેટમાં પત્ની અને પ્રેમીએ પેક કરી નાંખ્યો હતો, જેમાં એ સામાન લઈને દુબઈથી ભારત આવ્યો હતો.
30 વર્ષીય નૌશાદ સાઉદી અરબમાં મહેનત-મજૂરી કરીને ઘર ચલાવતો હતો. એક સપ્તાહ પહેલાં વિદેશથી ભારત આવ્યો હતો. બે મોટી સૂટકેસમાં સામાન લઈને ભારત આવ્યો હતો. પરંતુ તેને સ્વપ્નેય ખબર નહતી કે તેની પત્ની રજિયા તો ભાણેજ રુમાનના પ્રેમમાં ગળાડૂબ છે. નૌશાદ ઘરે આવ્યો એ સાથે જ રજિયા અને રુમાનને લાગ્યું કે, ‘આ તો અમારા પ્રેમમાં રોડા નાંખશે.’ બસ, પછી બંનેએ મળીને નૌશાદની હત્યા કરી નાંખી અને મળતદેહને સૂટકેસમાં પેક કરીને છાપર પઠખોલી ગામના ખેતરમાં ફેંકી દીધો.
બીજા દિવસે સવારે ગામના લોકોએ ખેતરમાં સૂટકેસ જોઈ તો તરત જ પોલીસને જાણ કરી. પોલીસે સૂટકેસ ખોલી તો અંદર નૌશદનો મળતદેહ હતો અને તેના માથા પર ઈજાના નિશાન હતા. દેવરિયાના પોલીસ વડા વિક્રાંત વીર ફોરેન્સિક, ડોક સ્કવોડ અને સર્વિલાન્સની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, રજિયાનો રુમાનની સાથે પ્રેમસંબંધ હતો. રજિયાની પોલીસે આકરી પૂછપરછ કરી તો તેણીએ તમામ હકીકતો વર્ણવી દીધી હતી. હત્યામાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે. પ્રેમી રૂમાન હજુ ફરાર છે. પોલીસે તેની શોધખોળ શરુ કરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *