હવામાન@ગુજરાત: આ તારીખથી ભારે પવન સાથે થશે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

Spread the love

 

રાજ્યમાં લોકો ગરમીના કારણે બપોરે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. રાજ્યમાં કેટલાક વિસ્તારમાં ગરમ પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે કે, આ મહિનાના અંત સુધી રાજ્યના કેટલાક વિસ્તારમાં 45 ડિગ્રી તાપમાન થઈ શકે છે. તેઓએ જણાવ્યું કે, રાજ્યમાં આગામી 26 એપ્રિલ પછી ગરમીમાં વધારો થઈ શકે છે.

30 એપ્રિલ સુધી મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં 44થી 45 ડિગ્રી, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં 43થી 44 ડિગ્રી તાપમાન, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં 42 ડિગ્રી અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં 38 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાઈ શકે છે.

વધુમાં કહ્યું કે, એપ્રિલ મહિનાના અંતમાં રાજ્યમાં ધૂળની ડમરીઓ ઉડી શકે છે. રાજ્યના કેટલાક ભાગમાં ભાર પવન પણ ફૂંકાશે. આ ઉપરાંત આગામી 10 મેથી પવનની ગતિમાં પણ વધારો થઈ શકે છે. તો 10મેથી 15 જૂન દરમિયાન બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં વાવાઝોડું આવી શકે છે. જેને લીધે રાજ્યમાં ભારે પવન ફૂંકાશે અને વરસાદ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *