પહલગામ હુમલાથી ગુસ્સામાં લાલચોળ થયો આ ઈસ્લામિક દેશ.. જાણો કયો છે આ દેશ

Spread the love

 

 

જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામ હિલ સ્ટેશન પર મંગળવારે થયેલા આતંકી હુમલાને અમેરિકા, રશિયા, સહિત અનેક દેશોએ વખોડી નાખ્યો છે. આ સાથે જ આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં ભારત જોડે એકજૂથતા દર્શાવી છે. આ હુમલામાં બે વિદેશી નાગરિકો સહિત ઓછામાં ઓછા 27 લોકો માર્યા ગયા અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલાથી દેશ વિદેશમાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
નિવેદનમાં કહેવાયું કે સંયુક્ત આરબ અમીરાતે પહેલગામ, જમ્મુ અને કાશ્મીરમાં પર્યટકોને નિશાન બનાવીને કરાયેલા આતંકી હુમલાની આકરી ટીકા કરી છે. આ હુમલાથી ડઝનો જેટલા લોકો માર્યા ગયા અને નિર્દોષો ઘાયલ થયા.
UAE ના વિદેશ મંત્રાલય(MoFA) એ પુષ્ટિ કરી કે યુએઈ આ ગુનાહિત કૃત્યોની કડક શબ્દોમાં ટીકા કરે છે અને આંતરરાષ્ટ્રીય કાયદાના ભંગમાં સુરક્ષા અને સ્થિરતાને નબળી કરવાના હેતુથી હિંસા ને આતંકવાદના તમામ સ્વરૂપોને સ્થાયી રીતે અસ્વીકાર કરે છે.
નિવેદનમાં કહેવાયું કે મંત્રાલય ભારત સરકાર ને ભારતના લોકો તથા આ જઘન્ય હુમલાના પીડિતોના પરિવારો પ્રત્યે પોતાની હાર્દિક સંવેદના અને સહાનુભૂતિ વ્યક્ત કરે છે. આ સાથે જ તમામ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરે છે.
હુમલામાં માર્યા ગયેલા લોકોની જે યાદી સામે આવી તેમાં બે વિદેશીઓમાંથી એક નેપાળ અને અન્ય UAE ના ગણાવવામાં આવ્યા. નીરજ ઉધવાનીને સંયુક્ત આરબ અમીરાતના નાગરિક ગણાવવામાં આવ્યા હતા. પરંતુ બુધવારે બહાર પડેલી નવી યાદીમાં તેમને ભારતના નાગિરક જણાવવામાં આવ્યા.
નવી દિલ્હી સ્થિત ઈરાન દૂતાવાસે કહ્યું કે તેઓ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની આકરી ટીકા કરે છે, જેના કારણે મોટી સંખ્યામાં નિર્દોષ લોકો માર્યા ગયા અને ઘાયલ થયા.
દૂતાવાસે એક્સ પર લખ્યું કે ‘અમે ભારત સરકાર અને ભારતના લોકો, ખાસ કરીને આ હુમલાના પીડિતોના પરિવારો પ્રત્યે અમારી હાર્દિક સંવેદનાઓ વ્યક્ત કરીએ છીએ અને ઘાયલોના જલદી સ્વસ્થ થવાની અને સારા સ્વાસ્થ્યની કામના કરીએ છીએ @DrSJaishankar @MEAIndia.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *