અમદાવાદ, તા. 23 એપ્રિલ, 2025: ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્યની વિવિધ જિલ્લા અને નગર કોર્ટમાં ફરજ બજાવતા 70 જેટલા એડિશનલ જજોને ડિસ્ટ્રિક્ટ જજ તરીકે બઢતી આપી હતી. જ્યારે 50 જ્યુડિશિયલ ઓફિસરને એડિશનલ સેશન્સ જજ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ બદલીઓ આગામી 28 એપ્રિલ, 2025થી અમલમાં આવશે. હાઇકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર 65 ટકા પ્રમોશન ક્વોટા હેઠળના જુનિયર જજોને રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
કોની ક્યાં કરવામાં આવી બદલી
ગુજરાત હાઈકોર્ટના રજીસ્ટ્રાર જનરલ દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં રાજ્યની વિવિધ કોર્ટના 70 જ્યુડિશિયલ ઓફિસરોને ડિસ્ટ્રિક્ટ જજની કેડરમાં બઢતી બદલીના કરાયેલા હુકમ મુજબ, રાજકોટના બીજા એડિશનલ સિનિયર સિવિલ જજ બીકે દાસોંદીની એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે બઢતી સાથ વડોદરા ખાતે, ત્રીજા એડિશનલ સિનિયર સિવિલ જજ જે એસ પ્રજાપતિને બઢતી આપીને મહેસાણાના સાતમા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે બદલી કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજકોટના સાતમા સિનિયર સિવિલ જજ પી જે કાયસ્થને રાજકોટમાં જ 16મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે બઢતી આપવામાં આવી હતી.
સુરતના લેબર જજ ઘનશ્યામ જે થોરાઈને વડોદરા, અમદાવાદ સિટીના ચીફ જ્યુડિશિયલ જજ અર્ચિતકુમાર વોરાને અમદાવાદ, હાલોલના વૈભવ વસંત મોઢને ગોધરા, અમદાવાદના અરવિંદકુમાર પાંડેને ફેમિલી કોર્ટ અમદાવાદ, અમદાવાદના સંદીપસિંહ ડોડીયાને દાહોદ, અમદાવાદના પરિમલ પટેલને અમદાવાદ સીટી સિવિલ કોર્ટ, ગાંધીનગરના પ્રકાશકુમાર વિનોદ રાય ભટને વડોદરા, ભરૂચના હેતલ પટેલને નર્મદા, કલોલના રીના યાદવને છોટાઉદેપુર, અમદાવાદના બી એચ ઘાસુરાને ફેમિલી કોર્ટ અમદાવાદ, વડોદરાના ભારતી જાદવને ફેમિલી કોર્ટ વલસાડ, કપડવંજના સીએન દેસાઈને સુરત, ગોધરાના જીગ્નેશ દામોદરાને ભાવનગર, અમદાવાદના પ્રોજેક્ટ ઓફિસર વિનય ગઢવીને સુરત, અમદાવાદના અંજલી મકવાણાને ફેમિલી કોર્ટ સુરત ખાતે બદલી કરવામાં આવી હતી.
આ ઉપરાંત અમરેલી, જુનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, સુરેન્દ્રનગર, કચ્છ, જામનગર, મોરબી, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓના 15 જેટલા સિનિયર સિવિલ ન્યાયાધીશની બઢતી સાથે બદલીનો હુકમ થયો હતો.