ઘૂસણખોરો પર ગુજરાત પોલીસની સર્જિકલ સ્ટ્રાઇક.. ચારેય મહાનગરોમાં ઓપરેશન ‘ક્લિનસિટી’
‘અમદાવાદમાંથી 890 અને સુરતમાંથી 135 લોકોની અટકાયત’

અમદાવાદ
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનના તમામ નાગરિકોને દેશ છોડવાનો આદેશ કર્યો છે. ત્યારે ગુજરાત પોલીસે પણ ઘૂસણખોરો પર સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. 25 એપ્રિલની મોડીરાતથી અમદાવાદ અને સુરતમાં પોલીસે વિવિધ ટીમો બનાવી અલગ-અલગ વિસ્તારોમાં રેડ કરી હતી. આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરીકો ઝડપાયા છે, જેમાં મોટાભાગના બાંગ્લાદેશીઓ છે. અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ, SOG, EOW, ઝોન-6 અને પોલીસ હેડ કવાર્ટરની ટીમોએ મળીને સયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં સવારના 3 વાગ્યાથી ચંડોળા તળાવના આસપાસના વિસ્તારમાંથી કુલ 890 લોકોની અટકાયત કરવામાં આવી છે. જેમાં 470 પુરુષ અને બાકીના મહિલાઓ અને બાળકો છે. તમામ શંકાસ્પદ લોકોને દોરડા વડે કોર્ડન કરીને ક્રાઈમ બ્રાન્ચના ગ્રાઉન્ડમાં લઈ જવાયા હતાં.
આવી જ રીતે સુરતમાં પણ ઘૂસણખોરોને પકડી પાડવાનું ઓપરેશન રાત્રિના 12 વાગ્યાથી સવારની 6 વાગ્યા સુધી હાથ ધરાયું હતું. સુરત પોલીસની 6 ટીમ જેમાં 2 DCP, 4 ACP અને 10 PI સહિત 100 પોલીસકર્મીઓ હતા. આ ટીમોએ શહેરના ઉન, સચિન, લિંબાયત, લાલગેટ, સલાબતપુરા સહિતના વિસ્તારોમાં રેડ કરી 135 શંકાસ્પદ વિદેશી નાગરિકોની અટકાયત કરી હતી. બાદમાં તમામને પૂછપરછ અને જરૂરી ડોક્યુમેન્ટની તપાસ માટે પોલીસ હેડ કવાર્ટર લઈ જવામાં આવ્યાં હતાં. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત પોલીસ કમિશનર કચેરીએથી રાજ્યના ડીઆઇજી સહિત જિલ્લા પોલીસ વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વપૂર્ણ બેઠક કરી હતી. માત્ર 5 કલાકમાં સુરત પોલીસે શહેર અને ગામમાંથી કુલ 134 જેટલા સંદિગ્ધ બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે, જેમાંથી 47 મહિલા અને 87 પુરુષ છે. તમામની ધરપકડ ઉન, ફૂલવાડી અને કડોદરા વિસ્તારમાંથી કરવામાં આવી છે. અત્યાર સુધી તમામને પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આવેલા પોલીસ કમ્યુનિટી હોલ ખાતે રાખવામાં આવ્યા હતા. હવે જ્યાં સુધી આ લોકો ડિપોર્ટ ન થાય ત્યાં સુધી રાંદેર વિસ્તાર ખાતે આવેલા ભિક્ષુક ગૃહમાં રાખવામાં આવશે. હાલમાં જ આ ભિક્ષુ ગૃહ બનીને તૈયાર થયેલ છે.
ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન માટે સુરત પોલીસ દ્વારા 10 જેટલી ટીમો બનાવવામાં આવી છે, જે તમામ સંદિગ્ધ બાંગ્લાદેશીઓના ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરી રહી છે. 134 જેટલા લોકોને ટ્રેનિંગમાં જે પોલીસ જવાનો નંબર પહેરતા હોય છે તે નંબર પહેરાવવામાં આવ્યા હતા, જેથી તેમની ગણતરી સહેલાઈથી કરી શકાય. જ્યાં આ લોકોને રાખવામાં આવશે ત્યાંથી આ લોકો ફરાર થઈ જાય આ માટે સીસીટીવી ફૂટેજ તેમજ ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. નાસ્તાને જમવાની વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવશે. વડોદરામાં 200થી વધુ શકમંદોની અટકાયત કરવામાં આવી છે. હાલમાં આ તમામ શકમંદોની વેરિફિકેશન પ્રક્રિયા ચાલી રહી છે. હજુ પણ કેટલાક પોલીસ મથકમાં સર્ચની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી મોડી રાત સુધી ચાલુ રાખવામાં આવશે. શહેરના કુંભારવાડા પોલીસ મથકની બાજુમાં આવેલ સરકારી શાળામાં બંગાળી કારીગરોને લાવવામાં આવ્યા. હાલમાં શહેરના તમામ પોલીસ મથકોમાં સર્ચની કામગીરી હાથ ધરાઈ. શહેરના ઉચ્ચ અધિકારીઓ પણ ઈન્વેસ્ટિગેશનમાં જોડાયા. હાલ ક્રાઇમબ્રાંચના અધિકારીઓ પણ પહોંચ્યા.
કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, ભારત દેશના નાગરિકો અમેરિકા હોય કે અન્ય કોઈ દેશમાં હોય ત્યારે તેને પગમાં બેડીઓ બાંધીને લાવવામાં આવતા હોય તો હવે આપણે અહીં એવી દુર્દશા નથી. હાલ વેરિફિકેશનની પ્રક્રિયા ચાલી રહી છે અને સવારે જ મારે 1 વાગ્યાની આસપાસ CP સાહેબ જોડે વાત થઈ, JCP ક્રાઈમના સાહેબ સાથે વાત થઈ કે, વેરિફિકેશન કરીએ છીએ અને સૌથી પહેલા અમે 60 વર્ષથી વધુની ઉંમરના લોકોનું વેરિફિકેશન કરી રહ્યા છીએ. એ પછી બીજા લોકોનું વેરિફિકેશન કરાશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ઘણા બધા લોકોના આધારકાર્ડ છે, તે સ્કેન થઈ રહ્યા નથી એટલે અમે એ લોકોને કીધુ કે, તમે બીજા કોઈ પુરાવા હોય તો એ પણ લઈ આવજો, એને પણ આપણે માન્યતા આપીશું. આપના માધ્યમથી હું જણાવવા માંગુ છુ કે, જેમની પાસે પુરાવા છે તે લોકોએ ચિંતા કરવાની કંઈ જ જરુર નથી અને જે લોકો પાસે પુરાવા નથી એ લોકોએ પાછા બાંગ્લાદેશ ચાલ્યું જવુ જોઈએ. એ સીધો મેસેજ છે બીજી કોઈ વાત નથી. શહેરમાં વિવિધ જગ્યાએ કામ કરતા શંકાસ્પદ લોકોને પકડી કાર્યવાહી શરૂ કરી. વિવિધ વિસ્તારોમાં પોલીસે ગુપ્ત રીતે સર્ચ ઓપરેશન શરૂ કર્યું. સર્ચ ઓપરેશન અંગે હાલ કોઈપણ અધિકારી કંઈપણ બોલવા તૈયાર નહીં. હાલમાં શંકાસ્પદ લોકોને નિશ્ચિત જગ્યા પર લાવી તપાસ શરૂ કરી.
અમદાવાદના ચંડોળા વિસ્તારમાં શંકાસ્પદ બાંગ્લાદેશીની અટકાયતનો મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 15 ટીમ બનાવી શંકાસ્પદ લોકોના દસ્તાવેજ તપાસવાની કામગીરી થઈ રહી છે. ભારતીય નાગરિકતા હોવાના પુરાવા અંગે કરાઇ ખરાઈ રહી છે. નાગરિકતાના પુરાવા બાદ બાંગ્લાદેશી હોવાની ઓળખ બાદ ડિટેઈન કરાશે. ડિટેઈન થયા બાદ રાજ્યના ગૃહ વિભાગ શહેર પોલીસ ડિપોર્ટેશન માટે દરખાસ્ત તૈયાર કરશે. ડિપોર્ટેશન માટેની દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે. આ દરખાસ્ત બાદ ગૃહ વિભાગના ઓર્ડરના આધારે બાંગ્લાદેશી નાગરિકોને તેમના દેશ પરત મોકલવામાં આવશે. ગતરોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના સુરત નિવાસ સ્થાને ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય સાથે મોટી બેઠક થઈ હતી. આ બેઠકમાં સુરત પોલીસ કમિશનર, અમદાવાદ પોલીસ કમિશનર, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જેસીબી શરદ સિંગલ સહિતના ઉચ્ચ અધિકારીઓ મીટીંગ કરીને મોડી રાત્રે અમદાવાદ જવા રવાના થયા હતા. આ બેઠક બાદ સુરત, બરોડા, અમદાવાદ રાજકોટ મોટા પ્રમાણમાં બાંગ્લાદેશોને શોધી કાઢવાનું ઓપરેશન મોડી રાત્રે કરવામાં આવ્યું. ગેરકાયદે પરદેશીઓ પાસે ભારતીય પાસપોર્ટ બાબતે વિદેશ મંત્રાલય પણ તપાસ કરશે. પોલીસ દ્વારા માઇક્રો લેવલે પૂછપરછ શરૂ કરવામાં આવી. સેન્ટ્રલ એજન્સી, ગુજરાત પોલીસ દ્વારા સયુંકત તપાસ કરવામાં આવી. આવતીકાલ સવાર સુધી વેરિફિકેશન પૂર્ણ થશે. 50 જેટલા શકમંદનું ફરીથી વેરિફિકેશન કરવામાં આવશે. સરદાર નગરમાં જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર વધુ પડતા શકમંદોથી ભરાઈ જતાં અન્ય શકમંદોને જુહાપુરા ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવશે. ચંડોળાના ગેરકાયદેસર વસવાટ કરનારાઓ પાસે પાસપોર્ટ કેવી રીતે આવ્યા? પોલીસ દ્વારા 400 લોકોનું વેરિફિકેશન પૂર્ણ કરાયું. પોલીસના બાંગ્લાદેશી વિરૂદ્ધ શરૂ કરાયેલા ઓપરેશનના મામલે વેરિફિકેશન દરમિયાન મહત્વની હકીકત સામે આવી. RPO દ્વારા 500 પાસપોર્ટ શકમંદ હોવાનો ડેટા તપાસ એજન્સીને આપવામાં આવ્યો. પાસપોર્ટ વિભાગે 500 લોકોના પાસપોર્ટ ઇસ્યુ કરાયા હોવાનો ખુલાસો કર્યો. ચંડોળાની આસપાસ રહેતા 500 લોકોના પાસપોર્ટ હોવાનું બહાર આવ્યું. પોલીસે પકડેલા 890 શકમંદોની તપાસમાં પાસપોર્ટ બાબતે હકીકત તપાસવામાં આવશે