પ્રધાનમંત્રી મોદીએ આજે મન કી બાત કાર્યક્રમ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન તેમણે અમદાવાદની બે વાતનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ મન કી બાત કાર્યક્રમમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા વૃક્ષારોપણ અને સાયન્સ સિટી અંગે વાત કરી છે. પ્રધાનમંત્રીએ અમદાવાદની બે વાતને મન કી બાત કાર્યક્રમમાં બિરદાવી છે. બાદમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રધાનમંત્રી મોદીની વાતને ઉત્સાહિત કરનારી જણાવી હતી.
PM મોદીએ મન કી બાત કાર્યક્રમમાં સાબરમતી રિવરફ્રન્ટ અને કાંકરીયા ઝીલ અને વૃક્ષારોપણની કામગીરીને બિરદાવી હતી. તેમણે જણાવ્યુ કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ અભિયાનને પુરી ઉર્જાથી આગળ વધારવામાં આવી રહ્યુ છે
બાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરીને આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે એકસ પર પોસ્ટ કરતા લખ્યું કે, પીએમ મોદી દ્વારા પ્રેરિત ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ સમગ્ર દેશમાં વૃક્ષારોપણ અંગે નવચેતના વ્યાપી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ અભિયાનને પૂરી ઊર્જાથી આગળ વધારવામાં આવી રહ્યું છે. શહેરમાં મોટા પાયે થયેલા વૃક્ષારોપણ તેમજ તળાવોના નિર્માણની કામગીરી સરાહનીય છે. PMએ મન કી બાત કાર્યક્રમમાં આ કામગીરીને બિરદાવી તે આપણા સૌને વૃક્ષારોપણ માટે અથાક પ્રયાસો કરવા ઉત્સાહિત કરનારી છે.
પ્રધાનમંત્રી મોદીએ મન કી બાત કાર્યક્રમમાં સાયન્સ સિટીનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યુ હતુ કે, થોડા સમય પહેલા, મેં ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ ગેલેરીઓનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ગેલેરીઓ આપણને આધુનિક વિજ્ઞાનની સંભાવના અને વિજ્ઞાન આપણા માટે કેટલું કરી શકે છે તેની ઝલક આપે છે.