એલ.જી. હોસ્પિટલ ખાતે નવા મેડીકલ સાધનો ઉપલબ્ધ કરાયા, શહેરીજનોને મળશે લાભ

Spread the love

5d7ed72c-4f6d-4bdc-af15-7ce27aad9789 d7b75f0c-01e8-4d9c-85e8-f6665ff97c15

અમદાવાદ
અમદાવાદ મ્યુનિ. કોર્પોર્પોરેશન સંચાલિત અત્રેની શેઠ એલ.જી.હોસ્પિટલ ખાતે પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા સી.એસ.આર.ફંડમાંથી અંદાજીત રૂા.૨.૩૮ કરોડની કિંમતના જુદા-જુદા પ્રકારના પાંચ આધુનિક મેડીકલ સાધનો (ઉપકરણ)નો લોકાર્પણ કાર્યક્રમ આજરોજ યોજાઈ ગયો.આ લોકાર્પણ કાર્યક્રમમાં શહેરના માન.મેયરશ્રી, ધારાસભ્યશ્રી, ચેરમેનશ્રી-સ્ટેન્ડીંગ કમિટી, પક્ષના નેતાશ્રી, ચેરમેનશ્રી-હોસ્પિટલ કમિટી તથા અન્ય મહાનુભાવો / અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેલ. ઉપલબ્ધ કરાયેલ આ નવા સાધનોથી શહેરના ગરીબ દર્દીઓને ઉત્તમ સારવાર મળી રહેશે. આ સાધનોની ઉપયેાગિતાની વિગત નીચે જણાવ્યા મુજબની છે.

Digital Fluorscopic Radiography Machine :-

રેડિયોલોજી વિભાગમાં શરીરના આંતરડા તથા પેશાબની કોથળી સબંધિત રોગો જેવાં કે :- બેરિયમ સ્વેલો, બેરિયમ મીલ, બેરિયમ એનિમા, કોલેન્જીયોગ્રામ, લુપોગ્રામ, હિસ્ટેરો સાલ્પીંગોગ્રાફી, આઈ.વી.પી.ની તપાસ માટે

Double Dome Celling OT Light :-

વિવિધ પ્રકારના ઓપરેશનમાં યોગ્ય વિઝયુલાઈઝેશન (લાઈટીંગ) મળી રહે તે માટે

C-Arm Machine with FPD :-

ઓર્થોપેડિક ઓપરેશન દરમ્યાન ફ્રેકચર રિડક્શન, સ્કૂ પ્લેસમેન્ટ, પ્લેટ અને નેઈલ પ્લેસમેન્ટ અને ડાયરેક્શન માટે

Advance phacoemulsification Machine :-

આંખમાં મોતિયાની તકલીફ ધરાવતા દર્દીઓ માટે આ મશીનના ઉપયોગ દ્વારા આધુનિક પધ્ધતિથી અત્યંત નાના કાપા દ્વારા મોતિયાના જટીલ ઓપરેશન સરળ અને અસરકારક રીતે થઈ શકે તેમજ આ મશીનના ઉપયોગથી દર્દીને ઝડપી અને સલામતરીતે દ્રષ્ટિ પુનઃ સ્થાપિત કરવામાં ખૂબ જ મદદમળી રહે છે.

Orthodedic Battery operated Drill System :-

ઓર્થોપેડિક ઓપરેશન દરમ્યાન હાડકામાં ડ્રીલીંગ કરવા, જેથી કરીને હાડકામાં સ્ક્રૂનું પ્લેસમેન્ટ યોગ્ય કરી શકવા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com