પાકિસ્તાનનો પ્રયાસ નિષ્ફળ ભારતીય સેનાની વેબસાઇટ પર સાયબર હુમલો અટકાવાયો

Spread the love

 

પહેલગામ આતંકવાદી હુમલાના પગલે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. બંને દેશો વચ્ચે યુદ્ધ જેવો માહોલ સર્જાયો છે. આ વચ્ચે પાકિસ્તાનના નાપાક ઈરાદા ફરી એકવાર ખુલા પડ્યા છે. પાકિસ્તાન દ્વારા ભારતીય સેનાની વેબસાઇટને નિશાન બનાવીને તેને હેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ આ પ્રયાસો સંપૂર્ણપણે નિષ્ફળ ગયા હતા. મળતી માહિતી અનુસાર, પાકિસ્તાની હેકર્સે ભારતીય સેનાની વેબસાઇટ પર બે અલગ-અલગ વખત સાયબર હુમલાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારતીય સુરક્ષા એજન્સીઓએ ઝડપી કાર્યવાહી કરી અને હુમલાને નિષ્ફળ બનાવી દીધો. આ સાથે પાકિસ્તાનના ઈરાદાઓને ભારે ઝટકો પહોંચ્યો છે. આ તણાવભર્યા વાતાવરણમાં પાકિસ્તાની સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે વિવાદાસ્પદ નિવેદન આપીને દાવો કર્યો છે કે ભારત ક્યારેય પણ હુમલો કરી શકે છે અને તેમની સેના તૈયાર રહેવા માટે સજ્જ છે. ભારતે ટ્વિટર પર તેમનું ભૂતપૂર્વ એકાઉન્ટ બ્લોક કર્યું છે.

બીજી તરફ, ભારતે પહેલગામ હુમલા બાદ 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો છે. આમાં ડોન ન્યૂઝ, એઆરવાય, સમા ટીવી જેવી ચેનલોનો સમાવેશ થાય છે. આ ચેનલો ભારત વિરુદ્ધ પ્રચાર અને ખોટી માહિતી ફેલાવવામાં સામેલ હોવાનું જણાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ સમગ્ર મુદ્દાને ગંભીરતાથી લઈ રહ્યા છે. તેઓ 30 એપ્રિલે કેબિનેટની મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવવા જઈ રહ્યા છે. આ બેઠકમાં પાકિસ્તાન વિરુદ્ધ આગામી પગલાઓ અંગે ચર્ચા થવાની શક્યતા છે. અગાઉ તેઓ સુરક્ષા અંગે કેબિનેટ કમિટી (CCS) ની બેઠકમાં પણ મહત્વપૂર્ણ નિર્ણયો લઈ ચૂક્યા છે. ભારત પાકિસ્તાનના આ નાપાક પ્રયાસો સામે સંપૂર્ણ રીતે સતર્ક છે અને દરેક મંચ પર કડક જવાબ આપી રહ્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *