
પોલીસે સાધુનો વેશ ધારણ કરીને આરોપીને ઉઠાવ્યો 27 વર્ષ જૂના હત્યા કેસમાં પેરોલ જમ્પ કરીને ફરાર આરોપીને નવસારી LCBએ
પાટણના મંદિરમાંથી પકડ્યો પોલીસે આરોપી પ્રભુદાસની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યમાં ઘણા આરોપીઓ પેરોલ જમ્પ કરીને વર્ષો સુધી નાસતા ફરતા હોય છે. ત્યારે આવો જ એક બનાવ સામે આવ્યો છે કે નવસારી પોલીસે હત્યાના ગુનામાં 27 વર્ષથી ફરાર થયેલા આરોપીને પકડી પાડ્યો છે. પોલીસે આરોપીને પકડવા માટે સાધુની વેશભૂષા ધારણ કરી હતી. આરોપી છેલ્લા 27 વર્ષથી પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયો હતો. પોલીસ તેની બાતમી મળતા જ સાધુનો વેશ ધારણ કરી પાટણના શંખેશ્વર પહોંચી હતી. જયાંથી આરોપીને ઝડપી પાડ્યો હતો. અનુસાર માહિતી મુજબ, નવસારી LCB પોલીસે 27 વર્ષ જૂના હત્યા કેસના આરોપીને પકડી પાડયો છે. 1998માં ગણદેવી વિસ્તારમાં આરોપી પ્રવીણે પોતાના મિત્ર પરેશની હત્યા કરી હતી. તેણે પરેશને માથાના ભાગે કુહાડીના ઘા માર્યા અને રૂમાલથી ગળું દબાવી હત્યા કરી હતી. આ ઉપરાંત મૃતદેહને નજીકના કોતરડામાં વેલા નીચે છુપાવી દીધી હતી. પ્રવીણની ધરપકડ 13 એપ્રિલ 1998ના રોજ સુરતના મહુવા કાચેલીયાથી થઈ હતી. જેલમાં સજા દરમિયાન 10 મે 1998ના રોજ વચગાળાના જામીન પર છૂટ્યા બાદ તે ફરી જેલમાં હાજર થયો ન હતો. આ દરમિયાન કોર્ટે તેની સામે વોરંટ બહાર પાડ્યું હતું. તેમજ આરોપી ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહારના વિવિધ મંદિરો અને આશ્રમોમાં આશ્રય લેતો હતો.
પ્રાપ્ત માહિતી દરમિયાન, નવસારીમાં હત્યાના ગુનામાં છેલ્લા 27 વર્ષથી નાસતા ફરતા આરોપી પ્રભુદાસને પકડવા માટે પોલીસે સાધુનો વેશ ધારણ કર્યો
હતો. આ આરોપીને પકડવો સહેલો નહોતો કારણ કે, 1998માં તે હત્યાના ગુનામાં પકડાયો હતો અને પોલીસ પાસે કે જેલ તંત્ર પાસે તેનો ફોટો નહોતો. પરંતુ તે 1996માં મહુવાના કરચલિયા ખાતે એક લગ્ન પ્રસંગમાં આવ્યો હતો. આ માહિતીને આધારો પોલીસે તેના ઘરે લગ્ન હતાં તેનો સંપર્ક કરીને પોલીસે તેની ફોટો મેળવ્યો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે માહીતી મળી ત્યારબાદ પોલીસને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે માહીતી મળી હતી કે, જુલાઈ 2024માં એક સબંધીના ઘરે આરોપી પ્રભુદાસ સાધુના વેસમાં થોડો સમય હાજરી આપી ત્યાંથી ચાલ્યો ગયો હતો. તેમજ તે મહિસાગર જિલ્લાના કોઈ ગામમાં મહાદેવના મંદીરમાં પુજારીનુ કામ કરે છે. આ માહિતીના આધારે પોલીસે તપાસ કરતાં આરોપી પ્રભુદાસ વરેઠા ગામમાં આવેલ જયેશ્વર મહાદેવ મંદિરમાં પુજારીનુ કામ કરતો હોવાની માહિતી મળી હતી. પોલીસે ત્યાં જઈને તપાસ હાથ ધરી ત્યારે આરોપીએ આ મંદિરમાંથી કામ બંધ કરીને પાટણના શંખેશ્વર બાજુ કામ શરૂ કર્યું હતું. આ માહિતીને આધારે પોલીસે એક ટીમ બનાવી હતી. આ ટીમને સાધુના વેશમાં એક અઠવાડિયા સુધી પાટણના અલગ અલગ મંદિરોમાં મોકલાઈ હતી. આખરે પોલીસને શંખેશ્વરના મોમાઈ માતાના મંદીર ખાતેથી આરોપી પ્રભદાસને પકડવામાં સફળતા મળી હતી. સતત નવ મહિનાની મહેનત બાદ પોલીસે પાટણના શંખેશ્વર ખાતે થી સાધુ પ્રભુદાસને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પ્રભુદાસની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.