કેન્દ્રની ભાજપ સરકારે રાહુલ ગાંધીની વાતને સ્વીકારી જાતિ જનગણના કરવાની સરકારને ફરજ પડી : હિંમતસિંહ

Spread the love

જાતિ આધારિત વસ્તી ગણતરીનું કામ સંપૂર્ણ પારદર્શિતા સાથે થવી જોઈએ. ભાજપ સરકાર જાતિ આધારિત વસ્તી ગણતરી કેવી રીતે અને ક્યારે પૂર્ણ કરશે?તે જનતાને જણાવે : શૈલેષ પરમાર 

અમદાવાદ 

સામાજિક ન્યાય માટે સતત લડતા જનનાયક આદરણીય રાહુલ ગાંધીજીનાં સંઘર્ષ બાદ વધુ એક વખત કેન્દ્રની ભાજપ સરકારએ શ્રી રાહુલજીની વાતને સ્વીકારી જાતિ જનગણના કરવાની સરકારે ફરજ
પડી છે. ત્યારે રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત આભાર દર્શન કાર્યક્રમમાં મીડિયાને સંબોધન કરતા પૂર્વ મેયર અને અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિનાં પ્રમુખશ્રી હિંમતસિંહ પટેલએ જણાવ્યું હતું કે શ્રી રાહુલ ગાંધીજીએ ‘ભારત જોડો’ યાત્રા કરી કાશ્મીરથી કન્યાકુમારી સુધી પદયાત્રા કરી ભારતીયોને હક્ક અધિકાર માટે જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરી હતી. શ્રી રાહુલ ગાંધીજી જાતિ આધારિત વસ્તી ગણતરીના પ્રખર હિમાયતી રહ્યા છે. સામાજિક ન્યાય અને સામાજિક સશક્તિકરણ એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની કટિબ્ધતા છે. લોકસભા ચૂંટણીમાં પણ ન્યાયની ગેરંટી આપવામાં આવી હતી. જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગને પગલે હવે ભાજપ સરકારે વસ્તી ગણતરી સાથે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાની ફરજ પડી છે. જેની અમે પહેલા દિવસથી માંગ કરી રહ્યા હતા. વડાપ્રધાન મોદીજી વારંવાર આ સામાજિક ન્યાયની નીતિને લાગુ કરવાથી બચતા રહ્યા અને વિપક્ષ પર સમાજને વિભાજિત કરવાનો ખોટો આરોપ લગાવતા રહ્યા. જાતિ આધારિત વસ્તી ગણતરીના અભાવે, સામાજિક ન્યાય અને સશક્તિકરણ કાર્યક્રમોનું યોગ્ય અમલીકરણ અધૂરું રહે છે માટે જાતિ જનગણના તમામ વર્ગો માટે જરૂરી છે. જાતિ જનગણના અંગે લેવાયેલો નિર્ણય રાહુલજીના સંઘર્ષ, સમર્પણ અને દૂરદર્શિતાનું પ્રતીક છે. શોષિત- વંચિત સમાજ હંમેશા તમારો ઋણી રહેશે. જેના પગલે રાજીવ ગાંધી ભવન ખાતે જનનાયક રાહુલ ગાંધીજીનો આભાર દર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો આગેવાનો ઉપસ્થિત થયા હતા.

શ્રી રાહુલ ગાંધીજીનાં આભાર દર્શન કાર્યક્રમમાં મીડિયાને સંબોધન કરતા વિધાનસભા કોંગ્રેસ પક્ષ ઉપનેતાશ્રી શૈલેષભાઈ પરમારે જણાવ્યું હતું કે લોકસભામાં આદરણીય રાહુલ ગાંધીજીએ ડંકાની ચોટ પર કહ્યું હતું કે જાતિ જન ગણના કરીને બતાવીશું અને ભાજપ સરકારને ફરજ પડી કે જાતિ જનગણનાની જાહેરાત કરવી પડી છે. સંવિધાન અનુસાર જનગણના કરવી એ સરકારની જવાબદારી છે.જાતિ આધારિત વસ્તી ગણતરી જરૂરી છે, ન્યાયપૂર્ણ હિસ્સેદારી વિના સૌની પ્રગતિ અધૂરી છે. જાતિ આધારિત વસ્તી ગણતરીનું કામ સંપૂર્ણ પારદર્શિતા સાથે થવી જોઈએ. ભાજપ સરકાર જાતિ આધારિત વસ્તી ગણતરી કેવી રીતે અને ક્યારે પૂર્ણ કરશે?તે જનતાને જણાવે.

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત આભાર દર્શન કાર્યક્રમમાં એ. આઇ.સી.સીના મંત્રી અને સહ પ્રભારીશ્રી રામકિશન ઓઝા, પ્રદેશ ઉપપ્રમુખશ્રી બિમલ શાહ, શ્રી પંકજ પટેલ પ્રદેશ મહામંત્રીશ્રી બળદેવ લુણી, શ્રી રાજુ બ્રહ્મભટ્ટ, શ્રી જગત શુક્લ, મીડિયા કો – કન્વિનર અને પ્રવકતાશ્રી હેમાંગ રાવલ, પ્રદેશ પ્રવક્તાશ્રી ગીતાબેન પટેલ, શ્રી હિરેન બેન્કર, શ્રી પાર્થિવરાજ કઠવાડિયા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોંગ્રેસ પક્ષના દંડકશ્રી જગદીશ રાઠોડ સહિત કોંગ્રેસ પક્ષના કાર્યકરો, આગેવાનશ્રીઓ, કોર્પોરેટશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com