
નવીદિલ્હી
સુપ્રીમ કોર્ટે સામૂહિક બળાત્કારના દોષિત આરોપીઓની સજાને સમર્થન આપ્યું અને તેમની દલીલને ફગાવી દીધી કે તેમણે વ્યક્તિગત રીતે પેનેટ્રેટિવ એક્ટ (દબાણથી પેનિસ યોનીમાં ઘુસાડવું) કર્યું નથી. કોર્ટે સ્પષ્ટતા કરી કે ભારતીય દંડ સંહિતાની કલમ 376(2)(g) ના સ્પષ્ટીકરણ 1 હેઠળ, જો એક વ્યક્તિ પેનેટ્રેટિવ એકટ કરે છે તો સમાન ઇરાદા ધરાવતા અન્ય તમામ વ્યક્તિઓને પણ સામૂહિક બળાત્કારના ગુના માટે જવાબદાર ઠેરવી શકાય છે.
અશોક કુમારના કેસમાં, કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે “જો બળાત્કાર એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો હોય, તો બધા આરોપીઓ દોષિત ગણાશે, ભલે તેમાંથી એક કે તેથી વધુ લોકોએ બળાત્કાર કર્યો હોય અને ફરિયાદ પક્ષ માટે દરેક આરોપી દ્વારા બળાત્કારના સંપૂર્ણ કૃત્યના પુરાવા રજૂ કરવા જરૂરી નથી.
શું હતો કેસ?.. આરોપી અશોક કુમારની અરજી ફગાવી દેતાં ટ્રાયલ કોર્ટે અને ત્યારબાદ હાઈકોર્ટે તેને ગેંગરેપનો દોષિત ઠેરવ્યો, જેના પગલે તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી અને તેની સજાને પડકારી હતી જે પછી સુપ્રીમે તેની અરજી ફગાવી દીધી હતી. અશોક કુમાર નામના આરોપીએ સુપ્રીમમાં એવી દલીલ કરી હતી કે તેણે એકલાએ રેપ કર્યો નથી, બીજા પણ સામેલ હતા અને કોઈએ અંગત રીતે પેનેટ્રિટેવ એકટ કર્યું નથી જોકે કોર્ટે આ દલીલ માનવાનો ઈન્કાર કરી દીધો હતો.
શું છે પેનેટ્રેટિવ એકટ?.. પેનેટ્રેટિવ એકટ એટલે મહિલાની યોનીમાં દબાણથી પુરુષનું લિંગ દાખલું કરવું. પેનેટ્રેટિવ એકટ રેપ ગણાય છે. હવે સુપ્રીમના ચુકાદાથી સ્પસ્ટ થયું છે કોઈ એકનું પેનેટ્રેટિવ એકટ પણ બધાને રેપ કેસમાં દોષી ઠેરવી શકે છે.