અમદાવાદ મંડળના આરઓએચ ડેપો વટવામાં એનડીઆરએફના સહયોગથી મૉક ડ્રિલનું સફળ આયોજન

Spread the love

10a6fa7e-27fa-4fcb-8021-47e04370a4be 6e7839f6-bf7e-4295-974e-cd06d9cc03f0 e94b207f-de1e-4d0b-b38c-d0a4fa59df24

અમદાવાદ

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર તારીખ 03.05.2025 ના રોજ વટવા યાર્ડ ખાતે આવેલ આરઓએચ ડેપોમાં રેલવે દ્વારા રાષ્ટ્રીય આપત્તિ પ્રતિક્રિયા બળ (NDRF) ના સહયોગથી એક સંયુક્ત મૉક ડ્રિલનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ અભ્યાસમાં NDRF, SDRF, ફાયર સર્વિસ, મેડિકલ ટીમ અને રેલવેના મિકેનિકલ, ટ્રાફિક, મેડિકલ, ટેલિકોમ, સંરક્ષા, આરપીએફ તથા ઇલેક્ટ્રિક વિભાગોના લગભગ 350 અધિકારી અને કર્મચારી સામેલ થયા. આ ઉપરાંત NDRF ના 27 જવાનો તથા નાગરિક સુરક્ષા સંગઠનના 30 સ્વયંસેવકોએ પણ સક્રિય ભાગીદારી નિભાવી.
દુર્ઘટનાની જાણકારી મળતાં જ NDRF કન્ટ્રોલ રૂમ દ્વારા કાર્યવાહી કરતાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ પોતાની ટીમના 27 જવાનો સાથે તાત્કાલિક રીતે દુર્ઘટના સ્થળે પહોંચ્યા. રેલવેની મેડિકલ રાહત ટીમે પાંચ ટીમો અને ત્રણ એમ્બ્યુલન્સ સાથે બનાવ સ્થળે પહોંચીને રાહત કાર્ય આરંભ કર્યું. સાથે જ EMRI-108 સેવાની બે એમ્બ્યુલન્સ પણ હાજર રાખવામાં આવી. સંયુક્ત પ્રયાસોથી કુલ 18 કાલ્પનિક પીડિતો (13 પુરૂષ અને 5 મહિલાઓ) ને કોચ કાપીને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.
પ્રાથમિક સારવાર પછી 10 ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ તથા 2 ને એલ.જી. હોસ્પિટલ મોકલવામાં આવ્યા. પીડિતોને કોચની બારી અને છત કાપીને કાઢવાની પ્રક્રિયા NDRF અને રેલવે દ્વારા સંયુક્તરૂપે સંપન્ન કરવામાં આવી.
સિનિયર મંડળ સંરક્ષા અધિકારીએ આ પ્રકારની મૉક ડ્રિલના મહત્વ પર પ્રકાશ નાંખતા જણાવ્યું કે વાસ્તવિક દુર્ઘટનાની સ્થિતિમાં તાત્કાલિક અને પ્રભાવી પ્રતિક્રિયા માટે આવા અભ્યાસ અત્યંત જરૂરી છે.
આ અવસર પર સિનિયર મંડળ સંરક્ષા અધિકારી, સિનિયર મંડળ મિકેનિકલ એન્જિનિયર (સંકલન), ચીફ મેડિકલ ઓફિસર, સિનિયર મંડળ કાર્મિક અધિકારી, સિનિયર મંડળ મેડિકલ ઓફિસર, કોચિંગ ડેપો અધિકારી, સહાયક મંડળ સંરક્ષા અધિકારી સહિત કેટલાય સિનિયર અધિકારી ઉપસ્થિત રહ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *