પાટીદાર અગ્રણી ગગજી પટેલનું સ્ફોટક નિવેદન, દરેક દીકરીની કમર પર લટકવી જોઈએ રિવોલ્વર

Spread the love

 

પાટીદાર દીકરીઓ તેઓની સુરક્ષા માટે રિવોલ્વર લઈને શોપીંગ કરવા જવું જોઈએ તેવું સરદારધામનાં અધ્યક્ષ ગગજી સુતરિયાએ નિવેદન આપ્યું છે. દીકરીઓની સુરક્ષા મામલે ગગજી સુતરિયાએ ફરી એકવાર રિવોલ્વર રાખવાની વાત કરી છે.

દીકરીની કમર પર રિવોલ્વર લટકવી જોઈએઃ ગગજી સરદારધામ ખાતેથી તાલીમ મેળવી UPSC/GPSC પરિક્ષામાં સફળ થયેલ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો.

જેમાં સરદારધામના વડા ગગજી સુતરિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે. ગગજી સુતરિયાએ મહિલા સુરક્ષાને લઈ ચિંતા વ્યક્ત કરી. ગગજી સુતરિયાએ કહ્યું કે, દીકરીની કમર પર રિવોલ્વર લટકવી જોઈએ. 25 વર્ષના ભવિષ્યનું વિચારીને વાત કરુ છું.

યહૂદી સમાજની જેમ પાટીદાર સમાજ બરોબરી કરે
સરદાર ધામના પ્રમુખ ગગજીભાઈ સુતરીયાએ કહ્યું કે, યહૂદી સમાજની જેમ પાટીદાર સમાજ બરોબરી કરે… આંખમાં આંખ મિલાવે. ભારતના દરેક નાગરિકને સુરક્ષાની તાલીમ આપવી જોઈએ. દેશની દીકરીઓ બહાર શોપિંગ માટે જતી હોય ત્યારે કમરે રિવોલ્વર રાખવી જોઈએ. ઈઝરાયેલમાં એકેએક વ્યક્તિ લશ્કર ની તાલીમ લીધી છે. આપણી દીકરીઓને લાઠી અને તલવારની તાલીમ આપવી જોઈએ.

ગુજરાતના મેગા ડિમોલિશન પર ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સ્ફોટક વાત, જુઓ ખાસ ચર્ચા

હર્ષ સંઘવીનો જવાબ
તો ગગજી સુતરિયાના આ નિવેદન અંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ગગજી સુતરિયા સામાજિક આગેવાન છે. ગગજી સુતરિયા મહિલા સશક્તિકરણ માત્ર તતપર રહે છે. તેમનો કહેવાનો ધ્યેય દીકરીઓ આવનારા અલગ અલગ વિભાગોમાં નોકરી મેળવે અને સશક્ત થાય તેવો હોય એવુ હું માનું છું. ગુજરાતમાં 100 દિવસની અંદર અનેક દીકરીઓને ન્યાય અપાવવામાં સરકારને સફળતા મળી છે. ભરૂચમાં અંકેશ્વરના કેસમાં 72 દિવસના સમયમાં ગુનેગારને ફાંસીની સજા સાંભળવામાં આવે છે. ગુજરાતમાં તારીખ પે તારીખની માન્યયા હતી તેને દૂર કરી છે. ગુજરાત પોલીસે ચાર્જશીટ ગણતરીના દિવસોમાં ચાર્જશિટ ફાઇલ કરી છે. 100 દિવસમાં 11 જેટલા ગુનેગારોને ફાંસીની સજા સંભળાવી છે.

સરકારની સ્ત્રીશક્તિ કરણી વાતો પોકળ – જેનીબેન ઠુમર
સરદાર ધામના પ્રમુખ ગગજી સુતરિયાના નિવેદનેને જેનીબેન ઠુમરે સમર્થન આપતા કહ્યું કે, સરકારની સ્ત્રીશક્તિ કરણી વાતો પોકળ સાબિત થતી દેખાઈ છે. કાયદો વ્યવસ્થાના દેખાડવામાં આવતા ચિત્ર પ્રમાણે ગુજરાત રહ્યું નથી. રાત્રે પણ મહિલાઓ સુરક્ષિત નથી, નવરાત્રિમાં પણ રોજ એક દુષ્કર્મની ઘટના બનતી. મહિલાઓએ પોતાની સુરક્ષા કરવા રિવોલ્વર રાખવા સરકારે પરવાનગી આપવી જોઈએ. ભણશે ગુજરાતની વાતો થાય છે, પરંતુ સરકારી શાળામાં સંખ્યાઓ ઘટતી જાય છે. મહિલાઓને સુરક્ષા માટે ટ્રેનિંગ પણ આપવી જોઈએ.

ફરી સ્ત્રી સુરક્ષા માટે ગગજી બોલ્યા
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ગગજી સુતરિયા જાહેરમાં આવું નિવેદન આપી ચૂક્યા છે. સરદારધામના પ્રમુખ ગગજી સુતરિયાએ કહ્યું હતું કે, આત્મરક્ષા માટે દીકરીઓએ પોતાની પાસે રિવોલ્વર રાખવી જોઈએ. સ્વભાવિક છે કે આ નિવેદન બાદ સવાલો પણ ઉઠે જેની સામે ગગજી સુતરિયાએ વધુ ચર્ચાને અંતે એવું કહ્યું કે તેમણે આત્મરક્ષાનો આ સંદર્ભ ઈઝરાયેલ પાસેથી અને તેની રાજધાની તેલ અવિવમાં જાતે કરેલા અનુભવના આધારે આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *