Ahmedabad news: CBIના IRS અધિકારીના રહેણાક અને સત્તાવાર પરિસરમાં દરોડા

Spread the love

 

Ahmedabad news: IRS અધિકારી સંતોષ કરનારી અને તેમના પત્ની પર આવક કરતાં વધુ સંપત્તિના આરોપ હેઠળ સીબીઆઈએ સંતોષ કરનાનીના અમદાવાદ, ગાંધીનગર અને જયપુરમાં આવેલા ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. રાજસ્થાનમાં વર્તમાન તણાવ ભરેલી સ્થિતિમાં પણ સીબીઆઈની ટીમ દ્વારા સંતોષ કરનારીના ઘરે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અધિકારી અને તેમની પત્ની આરતી કરનાની સામે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ અગાઉ નોંધાઈ ચુકયો છે. આ સિવાય ઈડીએ પહેલા કાર્યવાહી હાથ ધરી હતી. પતિ-પત્નીના કુલ 11 જગ્યા પર સીબીઆઈના અધિકારીઓ અને ટીમ દ્વારા સઘન ઓપરેશન હાથ ધરાયું હતું. આરોપી IRS અધિકારીની પત્નીએ 13158291.11 રૂપિયા, એટલે કે આવક કરતાં 156.24%,ની અપ્રમાણસર સંપત્તિ મળી હતી. સંતોષ કરનાનીના રહેણાક તેમજ સત્તિવાર પરિસરમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *