અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા શહેર અને જિલ્લાના અન્ય સ્થળોએ જઇને પણ બ્લડ કલેક્ટ કરાશે : ૨૪ કલાકમાં ગમે ત્યારે જઇ રક્તદાન કરી શકાશે : જરુરિયાતને ધ્યાને લઇ રક્તદાન માટે B1 ખાતે અલાયદો વોર્ડ પણ શરુ કરાયો
મધર્સ ડે ના પવિત્ર અવસરે માતૃભૂમિ નું ઋણ ચૂકવીએ,
રક્તદાન કરીએ – ડૉ.રાકેશ જોષી , તબીબી અધિક્ષક સિવિલ હોસ્પિટલ અમદાવાદ
અમદાવાદ
ભારત-પાકિસ્તાનની પ્રવર્તમાન તણાવની સ્થિતિને પગલે આગોતરા આયોજનના ભાગરૂપે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવ આરંભવામાં આવશે.આવતીકાલે મધર્સ ડે ના પવિત્ર દિવસે સિવિલ હોસ્પિટલમાં મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવ નો પ્રારંભ થશે. સિવિલ હોસ્પિટલ ઉપરાંત શહેર અને જિલ્લાના અન્ય સ્થળોએ પણ આ ડ્રાઇવના ભાગરૂપે મહત્તમ બ્લ્ડ કલેક્શન કરવામાં આવશે.અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બ્લડ ડોનર્સની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને અલાયદા વોર્ડનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે.
સિવિલ હોસ્પિટલ અને બી.જે.મેડીકલના 250 જેટલા જુનીયર ડોક્ટરોએ આજે તા.10.05.25 ના રોજ રક્તદાન કર્યુ છે. દર્દીઓની સારવાર અને સેવાની સાથે રક્તદાન કરી દેશસેવા કરવાની પહેલ જુનીયર ડોક્ટરો દ્વારા કરવામાં આવી.આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ નર્સિંગ યુનીયન દ્વારા પણ માતૃભૂમિ નું ઋણ ચુકવવાના અવસરને વધાવી 100 જેટલી સંખ્યામાં નર્સિંગ ભાઇ-બહેનોએ રક્તદાન કર્યુ હતુ.
આ પ્રસંગે સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી એ આવતીકાલે મધર્સ ડે નિમિતે આપણી માતૃભૂમિ નું ઋણ ચુકવવા ની સોનેરી તક ગણાવી મોટી સંખ્યા માં જાહેર જનતા ને રક્તદાન કરવા આહવાન કર્યુ હતુ
ભારત-પાક વચ્ચેની તણાવભરી પરિસ્થિતિમાં જ્યારે આપણો દેશ એક થઈને ઊભો છે ત્યારે ઉભી થનારી તમામ સંભવીત્ત પરસ્થિતિ ને પહોંચી વળવા તૈયારી ના ભાગ રુપે જાહેર જનતાને આગળ આવવા અને રક્તદાન કરવા સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષીએ જાહેર જનતાને અપીલ કરી હતી.સિવિલ હોસ્પિટલ અમદાવાદ બ્લડ સેન્ટર 24 કલાક કાર્યરત છે. રક્તદાન કરવા સિવિલ હોસ્પિટલ અમદાવાદ નો સંપર્ક કરો
સ્થળ: બી-2, બ્લડ સેન્ટર ડિપાર્ટમેન્ટ ઓફ ઇમ્યુનોહેમેટોલોજી એન્ડ બ્લડ ટ્રાન્સફ્યુઝન (IHBT), વુમન, ચાઇલ્ડ એન્ડ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ, અમદાવાદ