‘મધર્સ ડે’ના દિવસે અમેરિકા ના મિલવૌકીમાં એક ઈમારતમાં અચાનક આગ લાગી. નાની જગ્યામાં લાગેલી આગ ઝડપથી ફેલાઈ ગઈ અને એક પછી એક, ઘણા માળ આ આગમાં લપેટાઈ ગયા. રવિવારે થયેલા આ અકસ્માતમાં ૪ લોકોનાં મોત થયા છે અને ૪ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઉપરાંત, ઘણા લોકો ઘાયલ થયા છે, જેમની સારવાર ચાલી રહી છે. આ ઘટના ૧૧ મેના રોજ સવારે ૮ વાગ્યે બની હતી. આગમાં લપેટાયા બાદ, ઈમારત સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ છે મિલવૌકીના અપાર્ટમેન્ટમાં લાગેલી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. મિલવૌકી ફાયર ડિપાર્ટમેન્ટ ના વડા એરોન લિપ્સકી એ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, ‘આગ લાગ્યા પછી, ઇમારતના ચોથા અને બીજા માળે રહેતા લોકો નીચે કૂદવા લાગ્યા. આ બધું જોઈને સ્થાનિક લોકોએ ફાયર વિભાગને ફોન કર્યો. જોકે, અમારી ટીમ પહોંચી ત્યાં સુધીમાં આગ ભયંકર સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી. ઇમારતમાં ૮૫ યુનિટ હતા, પરંતુ આગને કારણે તે હવે રહેવા યોગ્ય નથી. ૨૦૦થી વધુ લોકોને અહીંથી બીજી જગ્યાએ ખસેડવામાં આવ્યા છે.’
લિપ્સકીએ કહ્યું કે, ‘ફાયર ટ્રકની મદદથી, બારી પાસે ઉભેલા લોકોને બચાવી લેવામાં આવ્યા. ઉપરાંત, ફાયર ટીમના કેટલાક લોકો બિલ્ડિંગમાં ગયા અને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢઢ્યા. આ સમય દરમિયાન, ફાયર વિભાગે લગભગ 30 લોકોને બચાવ્યા. આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ નથી. લિમ્સ્કી કહે છે કે, ‘પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને અકસ્માતનું કારણ ટૂંક સમયમાં જાણી શકાશે. હાલમાં ૪ લોકોની હાલત ખૂબ જ ગંભીર છે. બધા ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અનેક લોકો બેઘર થયા છે.! લિપ્સકીએ જણાવ્યું હતું કે, ‘પહેલા પહોચેલા ફાયર ફાઇટરોએ ભીષણ આગને કાબુમાં લેવામાં નિષ્ફળ રહ્યા હતા. આ પછી, પ્લેટફોર્મ પર ઉભેલા ફાયર ટ્રકોએ બારીઓમાંથી લોકોને બચાવ્યા, જ્યારે અન્ય ફાયર ફાઇટરોએ અંદર ગયા. કેટલાક લોકોને બહાર કાઢવા માટે તેમને હાથ અને ઘૂંટણ પર ક્રોલ કરવું પડ્યું. કુલ 30 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આગનું કારણ જાણી શકાયું નથી. ટૂંક સમયમાં જ તે જાણી શકાશે.’ લિપ્સકીએ જણાવ્યું હતું કે, ‘૧૯૬૮માં બનેલી આ ઇમારત કાયદા દ્વારા સ્પિડ્રકલર સિસ્ટમની આવશ્યકતા પહેલાં બનાવવામાં આવી હતી. કયારેય કોઈ સ્પિડ્રકલર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી ન હતી. કોઈએ પણ ઇમારતને આગથી સુરક્ષિત બનાવવાની જરૂર નહોતી પડી જોકે, આજે અહીં લાગેલી આગમાં ચાર મળત્યુ થયા છે.’