એએમસીની પ્રી મોન્સૂન કામગીરી, અંડરપાસોમાં પાણી ઉલેચાશે,૬૦૦ મીટર વધુ રીહેબીલીટેશનની કામગીરી થશે

Spread the love

વસ્ત્રાપુર રેલ્વે ક્રોસીંગ થી નવજીવન નાગરીક બેન્ક થી આનંદનગર સર્કલ સુધી ૯૦૦ મીમી ડાયાની ૬૦૦ મીટર લાઈન માટે વધારાની કામગીરી પણ થશે.
મંજુર થનાર ટેન્ડરની રકમ રૂા.૨,૫૯,૫૨,૮૬૯.૦૦ વધારાના ભાવ સાથે ૩૨,૩૪,૯૮,૨૦૫ છે.

અમદાવાદ

AMCના વોટર સપ્લાય કમિટીના ચેરમેન દિપિલ બગરીયાએ કહ્યું કે 75 લાખ રૂપિયાના રોકાણ સાથે પંપ ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઇજનેર ખાતાએ દસ અંડરપાસમાં દર ચોમાસામાં ખાનગી કોન્ટ્રાક્ટરના પંપ ગોઠવી પાણી ઉલેચવાની કામગીરી ચાલુ કરી છે .આ કોન્ટ્રાક્ટર પાસેથી ચોમાસાના ચાર ઉપરાંત વધારાનો એક મહિનો એમ પાંચ મહિના સુધી પંપ અને મેનપાવર ભાડે લેવામાં આવે છે. આગામી મહિનાથી વરસાદ પડવાની શક્યતાઓને ધ્યાને લઇ મ્યુનિ.
એસટીપી ખાતાએ પાંચ મહિના માટે દસ અંડરપાસમાં પંપ લગાવી ચલાવવા માટે કોન્ટ્રાક્ટર માના ટેકનો કોર્પોરેશનનુ ૭૫ લાખ ૧૬ હજારનુ ટેન્ડર મંજૂર કરી વોટર કમિટી સમક્ષ રજૂ કરી દીધુ છે.
અ.મ્યુ.કોર્પો. હસ્તક શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલ ૧૦(દસ) અન્ડરપાસો (૧) સ્ટેડિયમ અન્ડરપાસ, (૨) ઉસ્માનપુરા અન્ડરપાસ,(૩) અખબારનગર અન્ડરપાસ, (૪) નિર્ણયનગર અન્ડરપાસ, (૫)મણીનગર (દક્ષિણી)અન્ડરપાસ, (૬)પરીમલ અન્ડરપાસ પાલડી મહાલક્ષ્મી તરફ અને પરિમલ અન્ડરપાસ પરિમલ ગાર્ડન તરફ (૭)કુબેરનગર અન્ડરપાસ (૮) જી.એસ.ટી. અન્ડરપાસ (૯)મીઠાખળી અન્ડરપાસ તેમજ (૧૦) મીઠાખળી પેડીસ્ટ્રેન(ગાંધીગ્રામ) અન્ડરપાસ એમ કુલ મળીને ૧૦(દસ) અન્ડરપાસમાં આગામી ચોમાસની ઋતુમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટેના હયાત પંપોનું ઓપરેટીંગ કરવાની તથા સદર પંપો ખરાબ થાય ત્યારે તેને બહાર કાઢવાની, રીપેરીંગ કરવાની તથા કાર્ટીંગ કરી જે તે અન્ડરપાસમાં ઈન્સ્ટોલેશન કરી સ્ટ્રોર્મ વોટર પંપોના ઓપરેશન તેમજ કોમ્પ્રીહેન્સીવ મેઇન્ટેનન્સની કામગીરી માટે કુલ રૂા.૯૨,૫૨,૬૩૦ ના અંદાજથી કરાવવા માટે મંગાવવામાં આવેલા ટેન્ડરમાં આવેલ લોએસ્ટ-૧ ટેન્ડરર મે. માના ટેકનો કોર્પોરેશનના આવેલ ભાવ રૂા. ૭૫,૧૬,૮૩૬.૬૧/- (અંદાજીત ભાવ કરતા ૧૮.૭૬% ઓછા) ના ખર્ચેથી કામગીરી કરાવવાની દરખાસ્ત આવેલ છે.
૯ અંડરપાસમાં ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના સમયે પાણી ભરાઈ જાય ત્યારે તેનો નિકાલ કરવા માટેના પંપો ઓપરેટ કરવા રાઉન્ડ ધ કલોક ઓપરેટરો તેમજ અંડરપાસની બંને સાઈડના ગેટ ખોલવા અને બંધ કરવા માટેના ૨ ગેટ ઓપરેટરો રાખવામાં આવનાર છે, તેમજ આકસ્મિક સંજોગોમાં કોઈ પંપ અથવા ઇલે. પેનલ ખરાબ થાય તો તેના રીપેરીંગ માટેના ફીટર તેમજ ઇલેક્ટ્રીશીયનની વ્યવસ્થાનો પણ કામગીરીમાં સમાવેશ કરવામાં આવેલ છે.તેમજ અંડરપાસની બંને સાઈડના ગેટ કીપરો દ્વારા ગેટ બંધ કરી દેવામાં આવશે જેથી કોઇ વ્યકિત કે વ્હીકલ અંદર જઈ ન શકે અને જાનહાની ન થાય. તેમજ પાણી ખાલી કર્યા બાદ જ બંને સાઈડના ગેટ ખોલવામાં આવશે.

દિલીપ બગરિયાએ વધુમાં જણાવ્યું હતું કે શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યાને લઇ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રિ-મોનસૂન કામગીરી હાથ ધરવામાં આવી છે.શહેરમાં અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાતા હોય છે ત્યારે વોટર લોગીંગ સ્પોટ શોધી કાઢવામાં આવ્યા છે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં કુલ 36 જેટલા સ્થળો ઉપર વરસાદી પાણી ભરાવવાની સમસ્યા વર્ષોથી છે. મકરબાથી વેજલપુર બકેરી સીટી, નિકોલ મધુમાલતી આવાસ, ગોપાલ ચોક, કાળીગામ અને ડી કેબીન ગરનાળા સહિતના સ્થળો ઉપર વરસાદી પાણી ભરાવવાની સમસ્યા દૂર કરવા માટે કુલ 155 કરોડ રૂપિયાના ખર્ચે તળાવો ઇન્ટરલિંકિંગ રિહેબિલિટેશન, નવી ડ્રેનેજ લાઈન અને સ્ટ્રોમ વોટર લાઈન સહિતની કામગીરી ચાલી રહી છે.

અ.મ્યુ.કોર્પો. હસ્તકના વિવિધ વિસ્તારમાં કેન્દ્ર સરકારની સ્કીમ અમૃત-૨ અંતર્ગત સ્ટેટ વોટર એકશન પ્લાન-૧ (SWAP-1.0) અન્વયે મંજુર થયેલ કામો પૈકી (પેકેજ-૧) જુના વાડજ ગામથી ઉદ્યોગ ભારતી થઇ આશ્રમરોડ થઈ રેલ્વે લાઈન ક્રોસ કરી અંકુર રોડ ચંદ્રીકા દુગ્ધાલય સુધીની તથા ઉસ્માનપુરા ગામથી આર.બી.આઈ, બિલ્ડીંગ થઈ દિનેશ હોલ થઈ મેટ્રો લાઈન બ્રીજ સુધીની ૯૦૦ મીમી ડાયાની ડ્રેનેજ લાઈન સી.આઈ.પી.પી. મેથડથી રીહેબીલીટેશન કામ થશે.
વસ્ત્રાપુર રેલ્વે ક્રોસીંગ થી નવજીવન નાગરીક બેન્ક થી આનંદનગર સર્કલ સુધી ૯૦૦ મીમી ડાયાની ૬૦૦ મીટર લાઈન માટે વધારાની કામગીરી પણ થશે.
મંજુર થનાર ટેન્ડરની રકમ રૂા.૨,૫૯,૫૨,૮૬૯.૦૦ વધારાના ભાવ સાથે ૩૨,૩૪,૯૮,૨૦૫ છે.
હાલમાં વસ્ત્રાપુર ક્રોસિંગ પાસે બ્રિજ પ્રોજેકટ ખાતા દ્વારા બ્રિજ બનાવાની કામગીરી ચાલુ છે. હયાત ડ્રેનેજ લાઇન જુની તથા જર્જરીત હાલતમાં છે. જેના લીધે બ્રેકડાઉન પડવાની સંભાવના રહેલ છે. જેથી બ્રિજમાં નુકશાન ન થાય તે હેતુ થી સદર કામગીરીમાં મૂળ સ્કોપમાં ૬૦૦ મીટર વધુ રીહેબીલીટેશનની કામગીરી કરાવવી જરૂરી છે.
ટેન્ડરમાં 900 mm ની લાઈન વધઘટ થવાથી રિવાઇઝ ટેન્ડર ની મંજૂરી માંગવામાં આવેલ છે.લાઈન મારફતે ડ્રેનેજ ના નિકાલની વહન ક્ષમતામાં વધારો થશે, અને ડ્રેનેજ લાઈન વર્ષો જુની હોઈ અને ૧૮ થી ૨૦ ફુટ ઉડી હોઇ અમુક સ્થળોએ જર્જરીત થયેલ હોવાથી રીહેબીલીટેશનની કામગીરી કરવાથી સદર લાઈન પર બ્રેક ડાઉન / ભંગાણ થવાની સમસ્યાનુ નિવારણ થશે.કામગીરી કરવાથી વેજલપુર, આનંદનગર, વસ્ત્રાપુર ક્રોસીંગ તથા આજુબાજુના ના વિસ્તારોમાં સુઅરેજ વહન ક્ષમતાનો નિકાલ ઝડપથી થઈ શકશે / ડ્રેનેજ લાઇન બેકીગના પ્રશ્નોનુ નિરાકરણ થશે, જેનાથી લોકાની સુખાકારીમાં વધારો થશે તેમજ સી.સી.આર.એસ પર નોંધાતી ફરીયાદોમાં ઘટાડો થશે. સદર જગ્યાએ કામગીરી કરવાથી આસરે ૧,૫૦,૦૦૦ લાભાર્થીને લાભ થશે.

શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી વરસાદી પાણીના નિકાલ માટે ગટરની કેચપીટ સાફ કરવાની કામગીરી કરવામાં આવતી હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર રિસોર્સ મેનેજમેન્ટ વિભાગ દ્વારા પ્રિ-મોનસૂન કામગીરી અંતર્ગત શહેરમાં આવેલી 67,851માંથી 63,523 જેટલી કેચપીટ સાફ કરાશે.૪૩૨૮ નવી કેચપીટ બનાવેલી છે.૬૨૯૧૦ પ્રથમ રાઉન્ડમાં સફાઈ કરેલ કેચપીટ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *