પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળે મુસાફરોની સુવિધા માટે કર્યા વિભિન્ન પ્રશંસનીય પ્રયાસો

Spread the love

 

 

 

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ દ્વારા તાજેતરમાં મુસાફરોની સુવિધા અને સુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત કરવા માટે વિભિન્ન સમયસર અને પ્રશંસનીય પગલાં લીધાં છે. તારીખ 09.05.2025 ના રોજ ટ્રેન સંખ્યા 15668 કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસને તેના નિર્ધારિત માર્ગ વિરમગામ -સુરેન્દ્રનગર- વાંકાનેર- મોરબી- ગાંધીધામને બદલે ઓપરેશનલ કારણોસર વૈકલ્પિક માર્ગ વિરમગામ- ધ્રાંગધ્રા- સામખિયાળી- ગાંધીધામ દ્વારા ચલાવવામાં આવી હતી.

આ ફેરફારની જાણકારી હેતુ મુસાફરોને અગાઉથી સંદેશાઓ મોકલવામાં આવ્યા હતા અને વાંકાનેર અને મોરબી સ્ટેશનો પર પણ ટ્રેનના માર્ગ પરિવર્તનની જાહેરાત કરવામાં આવી હતી.

આ ઉપરાંત, રેલ પ્રશાસન દ્વારા ધ્રાંગધ્રા સ્ટેશન પર GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ)ના સહયોગથી બે બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના દ્વારા લગભગ 80 મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન પર સુરક્ષિત અને સરળતાથી પહોંચાડવામાં આવ્યા હતા.

ઉનાળાના વેકેશન દરમિયાન સ્ટેશનો પર અપેક્ષિત ભીડને ધ્યાનમાં રાખીને અમદાવાદ મંડળ દ્વારા વિવિધ નક્કર પગલાં લેવામાં પણ આવ્યા છે જેમાં વધારાના ટિકિટ કાઉન્ટરની જોગવાઈ, મુસાફરો માટે સુનિયોજિત કતાર વ્યવસ્થા, સર્ક્યુલેટિંગ અને હોલ્ડિંગ ક્ષેત્રની વ્યવસ્થા, વધારાના રેલ્વે સ્ટાફની તૈનાતી, નિયમિત જાહેરાતો દ્વારા માહિતી પૂરી પાડવી વગેરેનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, ભારે ગરમી દરમિયાન મુસાફરોને રાહત આપવા માટે અમદાવાદ મંડળના અમદાવાદ, સાબરમતી, અસારવા, મણિનગર, વટવા સહિત વિભિન્ન સ્ટેશનો પર બિન-સરકારી સંસ્થાઓ (એનજીઓ) અને ડીઆરયુસીસી (ડિવિઝનલ રેલ યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટી) સાથે સંકલન કરીને વધારાના પીવાના પાણીની મફત વ્યવસ્થા કરવામાં આવી છે.

આમ, અમદાવાદ મંડળ રેલ પ્રશાસન મુસાફરોની સુવિધા અને સુરક્ષા માટે સતત પ્રયાસરત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *