
શુક્રવારે સવારે ચીનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ તેના X હેન્ડલ પરથી પોસ્ટ કર્યું કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૫ માપવામાં આવી હતી. ભારતીય સમય મુજબ ૧૬ મેના રોજ સવારે ૬:૨૯ વાગ્યે ભૂકંપના આ આંચકા અનુભવાયા હતા, જેની ઊંડાઈ ૧૦ કિલોમીટર હતી. જોકે, આમાં જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. આ પહેલા ૧૨ મેના રોજ પણ ચીનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ૧૨ મેના રોજ સવારે ૫:૧૧ વાગ્યે દક્ષિણપ^મિ ચીનના શિનજિયાંગ સ્વાયત્ત પ્રદેશના લ્હાઝે કાઉન્ટીમાં ૫.૫ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ભૂકંપથી કોઈ જાનહાનિ કે સંપત્તિનું નુકસાન થયું નથી અને પાણી, વીજળી, રસ્તાઓ અને સંદેશાવ્યવહાર સહિત આવશ્યક માળખાને કોઈ નુકસાન થયું નથી, એમ સિન્હુઆ સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે. ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટર (CENC) એ જણાવ્યું હતું કે ભૂકંપ ૧૦ કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ ૨૮.૯૧ ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને ૮૭.૫૪ ડિગ્રી પૂર્વ રેખાંશ હતું.