
ઉત્તર પ્રદેશના બિઝનૌરમાંથી એક શોકિંગ કિસ્સો સામે આવ્યો છે. બિઝનૌરના કિરતપુર વિસ્તારના ગામમાં છ યુવકોએ એક છોકરી સાથે હેવાનિયત આચરી આ ઘટના છોકરીના મંગેતર સામે જ થઈ હતી. ગુંડા તત્વોએ છોકરીના મંગેતરને બંધક બનાવી લીધો. ત્યાર બાદ તેની આંખો સામે બધાએ મળીને એક પછી એક છોકરીની આબરૂ લૂંટી લીધી. પહેલા ૬ છોકરાઓએ મળીને યુવતી સાથે ગેંગરેપ કર્યો. ત્યાર બાદ તેમણે આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો અને સોશિયલ મીડિયા પર શેર કરી દીધો. આ વીડિયો વાયરલ થતાં પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો. વીડિયોના આધારે પોલીસે છ અપરાધીઓ વિરુદ્ધ ગેંગરેપનો કેસ નોંધી લીધો છે. પોલીસે આ મામલાની ગંભીરતા જોતા તપાસમાં લાગી ગઈ છે.
કિરતપુરમાં એક યુવતી સાથે ગેંગરેપનો કિસ્સો સામે આવ્યો છે. છોકરીએ પહેલા ગેંગરેપની ઘટનાને છુપાવી પણ વીડિયો વાયરલ થયો ત્યારે તેણે ત્રણ નામજોગ અને ત્રણ અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. આ વિસ્તારના ગામની એક યુવતીએ પોલીસને ફરિયાદ આપી છે કે તેનો સંબંધ બાજુના ગામના એક યુવક સાથે નક્કી થયા હતા. શનિવારની રાત્રે દસ વાગ્યે તે પોતાના મંગેતરને મળવા આવી હતી. બંને ઘરની નજીક એક ખેતરમાં વાતો કરી રહ્યા હતા. ત્યારે પાડોશના ગામના છ યુવકોએ તેને પકડી લીધી અને તેની સાથે ગેંગરેપ કર્યો. યુવકોએ ન ફક્ત યુવતીને હવસનો શિકાર બનાવી પણ તેનો વીડિયો પણ બનાવી લીધો. ગેંગરેપ બાદ યુવકોએ તેને ઘર પર કોઈને પણ નહીં કહેવાની ધમકી આપી. યુવતી અને તેના મંગેતરે ડરથી કોઈને તેની જાણકારી ન આપી. પણ મંગળવારે આરોપીઓએ ઘટનાનો વીડિયો વાયરલ કરી દીધો. ગામના કેટલાય લોકોએ આ વીડિયો જોયો. ત્યાર બાદ પરિવારને તેની જાણકારી થઈ. બાદમાં યુવતીએ છ યુવકો વિરુદ્ધ ગેંગરેપનો કેસ નોંધાવ્યો.