ઓપરેશન સિંદૂર – PAK સેનાને બનાવી ઉલ્લુ, ડમી ફાઇટર જેટની ઝાળમાં ફસાવી બ્રહ્મોસથી મચાવ્યો કહેર

Spread the love

 

ઓપરેશન સિંદૂર દરમિયાન, ભારતીય વાયુસેનાએ દુશ્મનના એર ડિફેન્સ કવચને તોડવા માટે એક અનોખી વ્યૂહરચના અપનાવી હતી, જેને હંમેશા આ સંઘર્ષની એક મોટી સિદ્ધિ તરીકે યાદ રાખવામાં આવશે. ભારતીય વાયુસેનાએ અસલી ફાઇટર જેટને બદલે ડમી ફાઇટર જેટનો ઉપયોગ કર્યો હતો. આ માટે, અનમેન્ડ એરિયલ વ્હીકલ્સ (UAV)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

DRDOના લક્ષ્ય અને બ્રિટીશ બંશી યુએવીને જેટ જેવા દેખાડવા માટે બારે બવાવવામાં આવ્યા હતા. આમાં ઇન્ફ્રારેડ સિગ્નેચર ઉમેરવામાં આવ્યા હતા જેથી પાકિસ્તાની વાયુસેનાને લાગે કે અસલી ફાઈટર આવી રહ્યા છે. આ ડમી ફાઇટર જેટે પાકિસ્તાનના મુરીદ એરબેઝ, સિયાલકોટ, સરગોધા અને રહીમ યાર ખાનની સામેથી ઉડાન ભરી હતી.

આનાથી પાકિસ્તાની એર ડિફેન્સ સક્રિય થઈ ગયું. પાકિસ્તાને HQ-9 મિસાઇલ બેટરી અને રડાર નેટવર્કને એક્ટિવ કર્યા. ભારતીય વાયુસેનાએ આ પરિસ્થિતિનો લાભ લીધો. હેરોપ ડ્રોને પાકિસ્તાની મિસાઇલ બેટરીઓ અને રડાર સાઇટ્સનો નાશ કર્યો. આના કારણે પાકિસ્તાની વાયુસેના પાસે કોઈ પણ સંરક્ષણ કવચ રહ્યું ન હતું. ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ ઘણા પાકિસ્તાની એરબેઝનો નાશ કર્યો હતો.

ખાનગી કંપની મેક્સારના સેટેલાઇટે આ નાશ પામેલા એરબેઝના ફોટા જાહેર કર્યા હતા. મકસરે પાકિસ્તાનના જે એરબેઝના ફોટા જાહેર કર્યા હતા તેમાં સરગોધા, નૂર ખાન, ભોલારી અને સુક્કુરનો સમાવેશ થાય છે. હુમલા પહેલા અને પછી ત્યાં શું પરિસ્થિતિ હતી તે ફોટામાં સ્પષ્ટ જોઈ શકાય છે. 7 મેની સવારે, સેનાએ કહ્યું હતું કે પાકિસ્તાન અને પીઓકેમાં 9 ટારગેટ ઓળખવામાં આવ્યા છે. અમે તેમનો નાશ કર્યો. લોન્ચપેડ અને ટ્રેનિંગ સેન્ટરને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમના નામ છે.

પીઓકેના મુઝફ્ફરાબાદમાં લશ્કરના સવાઈ નાલા ટ્રેનિંગ સેન્ટરને સૌપ્રથમ નિશાન બનાવવામાં આવ્યું હતું. સોનમર્ગ, ગુલમર્ગ અને પહેલગામ હુમલાના આતંકવાદીઓએ અહીં ટ્રેનિંગ લીધી હતી. મુઝફ્ફરાબાદનો સૈયદના બિલાલ કેમ્પ. અહીં શસ્ત્રો, વિસ્ફોટકો અને જંગલ ,ર્વાઈવલની ટ્રેનિંગ આપવામાં આવતી હતી. કોટલીમાં લશ્કરનો ગુરપુર કેમ્પ. 2023માં પૂંછમાં યાત્રાળુઓ પર હુમલો કરનારા આતંકવાદીઓને અહીં ટ્રેનિંગ આપવામાં આવી હતી. ભીમ્બરનો બાર્નાલા કેમ્પ. અહીં શસ્ત્રોનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવવામાં આવે છે.

કોટલીનો અબ્બાસ કેમ્પ. તે LOCથી 13 કિમી દૂર છે. અહીં આત્મઘાતી બોમ્બરો તૈયાર કરવામાં આવે છે. સિયાલકોટનો સરજલ કેમ્પ. માર્ચ 2025માં, પોલીસ કર્મચારીઓની હત્યા કરનારા આતંકવાદીઓને અહીં તાલીમ આપવામાં આવી હતી. સિયાલકોટમાં હિઝબુલ મહમૂના જયા કેમ્પ. પઠાણકોટ હુમલાનો પ્લાન અહીં જ ઘડવામાં આવ્યો હતો. મુરીદકેનો મરકઝ તૈયબા કેમ્પ. અજમલ કસાબ અને ડેવિડ કોલમેન હેડલીને અહીં ટ્રેનિંગ આપવામાં આવી હતી. મસ્જિદ સુભાન અલ્લાહ બહાવલપુર જૈશનું હેડક્વાર્ટર હતું. અહીં ભરતી અને ટ્રેનિંગ આપવામાં આવતી હતી. મોટા અધિકારીઓ અહીં આવતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *