Ahmedabad: પોલીસ સ્ટેશનમાં મહિલા PSI પર હુમલો કરનારા ત્રણ આરોપીઓની ધરપકડ

Spread the love

 

અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં મહિલા પીએસઆઈ પર હુમલો કરનારા ત્રણ આરોપીઓ ઝડપાયા છે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે આવેલા ફરિયાદીએ જ મહિલા પીએસઆઈ પર હુમલો કર્યો હતો. આરોપીઓએ પારિવારિક ઝઘડામાં પોલીસ મથકમાં બબાલ કરી હતી. આરોપી મહિલાએ પીએસઆઈનું ગળુ દબાવીને ધમકી આપી હતી. આ ઉપરાંત મહિલાના બે સાથીદારોએ પોલીસ મથકમાં તોડફોડ કરી હતી.

પોલીસે આ ઘટનામાં ગુનો દાખલ કરી બે મહિલા સહિત ત્રણની ધરપકડ કરી છે.

ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી પોલીસે તપાસ શરૂ કરી

પ્રાપ્ત વિગતો પ્રમાણે શનિવારે રાત્રે અમદાવાદમાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવેલી મહિલાને મહિલા પીએસઆઈ સહિતના લોકો ફરિયાદી મહિલાને સમજાવી રહ્યાં હતાં. આ દરમિયાન એક યુવક અને યુવતીએ આ ઘટનાનો વીડિયો લેવાનું શરૂ કરતાં પોલીસ કર્મીઓએ તેમને અટકાવ્યા હતાં. આ દરમિયાન બંને જણાએ પોલીસ મથકમાં તોડફોડ કરી હતી. ત્યારબાદ ધાક ધમકી આપવાનું શરૂ કર્યું હતું. તે ઉપરાંત તેમણે મહિલા પીએસઆઈ પર હુમલો કર્યો હતો. આ અંગે મહિલા પીએસઆઈની ફરિયાદના આધારે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી પોલીસે તપાસ શરૂ કરી હતી.

ત્રણેય લોકો પોલીસ સાથે મારામારી કરવા લાગ્યા

પોલીસે આ ઘટનામાં સુષ્મા, શિવમકુમાર અને ખુશ્બુ અગ્રવાલ સામે ગુનો નોંધીને તેમની ધરપકડ કરી હતી. આ આરોપીઓએ પોલીસને અમે NGO ચલાવીએ છીએ તમે અમારુ કંઇ નહીં બગાડી શકો પોલીસ સ્ટેશન સળગાવી નાંખીશું તેવી ધમકી આપી હતી. ત્રણેય લોકો પોલીસ સાથે મારામારી કરવા લાગ્યા હતા.યુવકે કોમ્યુટરને લાત મારી તોડી નાંખ્યું હતું. મહિલા પીએસઆઈએ આ ત્રણેય સામે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *