ફરીદાબાદમાં ૪ મિત્રોએ એક યુવાનની હત્યા કરી

Spread the love

 

 

હરિયાણાના ફરીદાબાદ જિલ્લામાં એક હૃદયદ્રાવક મામલો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ચાર મિત્રોએ એક યુવાનની નિર્દયતાથી હત્યા કરી હતી. આ ઘટના સેક્ટર ૫૮ વિસ્તારની છે. પોલીસના જણાવ્યા અનુસાર, મળતક યુવાનની ઓળખ સંજય કોલોનીના રહેવાસી મનોજ ચૌહાણ તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું હતું કે મનોજના ચાર મિત્રો અતિન્દર, કાર્તિક, સંદીપ અને રાહુલે મળીને ૧૭ મેના રોજ સવારે એક ફાર્મહાઉસમાં તેની સાથે આ ક્રૂર કળત્ય કર્યું હતું. આરોપીએ મનોજના ગુપ્તાંગમાં પાણીની પાઇપ નાખી અને તેમાં હાઇ પ્રેશર પાણી છોડી દીધું, જેના કારણે તેને ગંભીર આંતરિક ઇજાઓ થઈ. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું. મનોજના ભાઈ આનંદ ચૌહાણની ફરિયાદ પર, સેક્ટર ૫૮ પોલીસ સ્ટેશનમાં હત્યાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ, ૧૬ મેની રાત્રે, ચારેય આરોપીઓ અને મનોજ એક લગ્ન સમારંભમાં હાજરી આપવા ગયા હતા. બીજા દિવસે સવારે તેઓ બધા એક ફાર્મહાઉસમાં નહાવા ગયા હતા. ત્યાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ પછી, ચારેય સવારે ૯ વાગ્યે મનોજને ગંભીર હાલતમાં ઘરે લાવ્યા અને કહ્યું કે તેની તબિયત અચાનક બગડી ગઈ છે. પોલીસે જણાવ્યું હતું કે મળત્યુ પહેલાં, મનોજે તેના ભાઈને કહ્યું હતું કે મિત્રોએ તેની સાથે શું કર્યું. હાલમાં, પોલીસે બે આરોપી સંદીપ અને રાહુલ ઉર્ફે કબુતરની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે આરોપી અતિન્દર અને કાર્તિક ફરાર છે. તેમની શોધ માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. પૂછપરછ દરમિયાન, સંદીપ અને રાહુલે જણાવ્યું હતું કે તેઓ બધા મિત્રો હતા અને લગ્નમાંથી પાછા ફર્યા પછી ફાર્મહાઉસ ગયા હતા. આ દરમિયાન સંદીપે મનોજને પકડી લીધો અને રાહુલે તેના પ્રાઈવેટ પાર્ટમાં ચાલતી સબમર્સિબલ મોટર સાથે જોડાયેલ પાઇપ નાખ્યો. પાણીના દબાણને કારણે મનોજ ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે ફરાર આરોપીને ટૂંક સમયમાં પકડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *