
ઓપરેશન સિંદુર દરમ્યાન પાકિસ્તાન જે રીતે ભારત પર ચીની બનાવટના મિસાઈલ અને ડ્રોનથી હુમલો કરવા પ્રયાસ કર્યો તે તમામ તોડી પડાયા હતા અને આ રીતે હુમલો કામીયાબ બનાવાયો હતો. જેમાં પાકથી જે પીએમ-159 મિસાઈલને તોડી પાડવામાં આવી હતી તે ચીની બનાવટની હતી અને ચીનના આ તોડી પડાયેલ મિસાઈલના કાટમાળની ડિમાન્ડ નિકળી છે. અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યુઝીલેન્ડ વિ. દેશો ઉપરાંત ફ્રાન્સ અને જાપાનમાં પણ આ મિસાઈલના કાટમાળ માંગી રહી છે. જેથી આ મિસાઈલના નિર્માણમાં ચીનની ટેકનોલોજીની માહિતી મેળવી શકાય. તા.9 મે ના પંજાબના હોશીયારપુરમાં આ પીએમ-15-ઈ મિસાઈલનો કાટમાળ પડયો હતો. જે 12 મે ના ભારતીય હવાઈદળે જાહેરમાં દર્શાવ્યો હતો. પ્રથમ વખત આ ચીની બનાવટના મિસાઈલનો યુદ્ધમાં ઉપયોગ થયા પણ ભારતીય એન્ટી ડિફેન્સ સિસ્ટમે તે હવામાંજ તોડી પાડી હતી. આ મિસાઈલ આધુનિક અને લાંબા અંતરે કામ કરનારી છે જેની અનેક ખુબીઓ છે. પાકિસ્તાને ભારત પર હુમલા માટે ચીનના લાંબા અંતરની પીએલ-15 મિસાઇલનો ઉપયોગ કર્યો હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો. પાકિસ્તાની વાયુસેનાએ જણાવ્યું, તેમણે ભારતે પાકિસ્તાન તથા પીઓકેમાં નવ આતંકી શિબિરને નાશ કર્યા બાદ જવાબ આપવા ચાઇનીઝ પીએલ-15 મિસાઇલનો ઉપયોગ કર્યો હતો. આ કબૂલાત કોઈપણ દેશ દ્વારા પીએલ-15 મિસાઇલનો બે દેશ વચ્ચે તણાવમાં પ્રથમ વખત ઉપયોગ થયાની પુષ્ટિ કરે છે. ચીનની મિસાઈલનો આ પહેલા કોઈ યુદ્ધમાં ઉપયોગ થયો નહોતો.