માતાપિતા, પરિવાર અને નજીકના મિત્રો સાથે વીડિયો કોલ પર વાત કરી હતી અને તેઓ ખરેખર ખુશ હતા : સાઈ સુદર્શન
ઉર્વીલ પટેલ સારો વિકેટકીપર છે : શ્રીધરન
હિટ વેવને લઈ સ્ટેડિયમ ખાતે હોસ્પિટલનો વધુ સ્ટાફ, ડોક્ટર્સ અને ૧૦૮ ની વધુ એમ્બુલન્સની વ્યવસ્થા , સ્ટેડિયમમાં જ નાની (ચાર બેડની) બે હોસ્પિટલ અને મેડિકલ કાઉન્ટર ઉપરથી અને સ્વયં સેવક પાસેથી વિના મૂલ્યે ORS ના પેકેટોની વ્યવસ્થા : અનિલ પટેલ
અમદાવાદ
આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઇપીએલ ની મી મેચ સીએસકે અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે બપોરે સાડા ત્રણ વાગ્યે રમાશે .આજે બંને ટીમના ખેલાડીઓએ મેદાનમાં પ્રૅક્ટિસ કરી હતી શુકવારે મહેન્દ્રસિંહ ધોની અને કોચ ફ્લેમિંગ મેદાનમાં પ્રેક્ટિસ માં દેખાયા હતા.
ભારતીય ક્રિકેટના સ્ટાર ખેલાડી શુભમનને BCCIએ મોટી જવાબદારી સોંપી છે. તેને ટેસ્ટ ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તે ઇંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ કરશે. જ્યાં બંને ટીમો વચ્ચે 5 ટેસ્ટ મેચ રમાશે. આ શ્રેણી સાથે 2025-27 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ શરૂ થશે.ગુજરાત ટાઇટન્સ ના ગિલ, સાઈ સુદર્શન અને મોહમ્મદ સિરાજની ઈંગ્લેન્ડ ટેસ્ટ પ્રવાસમાં પસંદગી કરવામાં આવી છે.
અમદાવાદમાં વિરુદ્ધ CSK મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સાઈ સુદર્શને કહ્યું કે આગામી ઈંગ્લેન્ડ પ્રવાસ માં મળી પસંદગી થવા બદલ હું ખુબજ ખુશ છું.અત્યારે મારો ઉદ્દેશ્ય પહેલા IPL પૂર્ણ કરવાનો છે અને પછી ઇંગ્લેન્ડ પ્રવાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.
ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતની ટીમમાં પસંદગી થયા બાદ સાઇ સુદર્શને કહ્યું છે કે તે ટીમ માટે ફ્લેક્સિબલ બનવા માટે તૈયાર છે.
સુદર્શને કહ્યું કે માતાપિતા, પરિવાર અને નજીકના મિત્રો સાથે વીડિયો કોલ પર વાત કરી હતી અને તેઓ ખરેખર ખુશ હતા.
મને આ સફરમાં જેને મદદ કરી છે હું તેમનો આભારી છું અને મારા માતાપિતાનો પણ આભારી છું. હું જાણું છું કે મારા માતાપિતા આજે ખુશ હશે.૨૩ વર્ષીય ખેલાડીએ કહ્યું કે તેણે તેના પરિવાર સાથે વીડિયો કોલ પર વાત કરી હતી અને તેઓ ખરેખર ખુશ હતા.
“મેં મારા માતા-પિતા અને મારા ભાઈ સાથે ફોન પર ફેસટાઇમ થી વાત કરી.કૌટુંબિક અને નજીકના મિત્રો સાથે વાત કરી તેઓ ખૂબ ખુશ હતા અને હું તેમના ચહેરા પર તે જોઈ શકતો હતો,
23 વર્ષીય ખેલાડીએ કહ્યું કે તે ક્યાં રમવા માંગે છે તે પસંદ કરવાની સ્થિતિમાં નથી તેથી ટીમ તેને જે પણ ભૂમિકા આપશે તે તે કરશે.
મને લાગે છે કે દેશ માટે રમવું એ એક ક્રિકેટર માટે ખૂબ જ મોટો લહાવો છે, તેથી મને નથી લાગતું કે હું ક્યાં રમવા માંગુ છું તે પસંદ કરવાની સ્થિતિમાં છું. હું જ્યાં પણ જાઉં છું, કોચ મને જ્યાં પણ રમવાનું કહે છે, મને લાગે છે કે હું માનસિક અને કુશળતાપૂર્વક તક માટે તૈયાર રહેવાનો પ્રયાસ કરીશ. મારી પાસે ઘણી બધી પસંદગીઓ છે. મને લાગે છે કે ટીમ મને જે પણ સ્થાન આપે તે માટે મારે તૈયાર રહેવું પડશે. હું તૈયાર રહીશ,”મારું અંતિમ લક્ષ્ય રમતના સૌથી લાંબા ફોર્મેટમાં રમવાનું હતું.કોઈપણ યુવાન ક્રિકેટર જે ક્રિકેટ રમવાનું શરૂ કરે છે તે ટેસ્ટ ક્રિકેટ રમવા માંગે છે, દેશ માટે રમવા માંગે છે.
પરંતુ આ તો ફક્ત શરૂઆત છે. મને લાગે છે કે વાર્તામાં હજુ ઘણું બધું ઉમેરવાનું બાકી છે.
હાલમાં તેમનું ધ્યાન આઈપીએલ પૂર્ણ કરવા અને પછી આગામી મેચમાં જવા પર છે.કારણ કે હવે IPL પણ સૌથી મહત્વપૂર્ણ છે. ત્યાર પછી દેખીતી રીતે મારી પાસે તૈયારી માટે સમય હશે અને ટેસ્ટ શ્રેણી માટે તૈયાર રહીશ.
20 જૂનથી શરૂ થનારા ઇંગ્લેન્ડ પ્રવાસ માટે યુવા ભારતીય ટીમમાં સુદર્શન નવા ચહેરાઓમાંનો એક છે.સ્થાનિકસર્કિટ, કાઉન્ટી ક્રિકેટ અને IPLની ચાલુ સીઝનમાં પ્રભાવશાળી પ્રદર્શનને કારણે આ ટીમમાં પસંદગી કરવામાં આવી છે.સુદર્શન IPLમાં GT માટે અને છેલ્લી રણજી ટ્રોફી સિઝનમાં તમિલનાડુ ટીમ માટે ઓપનિંગ કરી રહ્યો છે, જ્યાં તેણે દિલ્હી સામે બેવડી સદી ફટકારી હતી.
સીએસકે બોલર કોચ શ્રીધરન શ્રીરામ કહ્યું કે સાઈ સુદર્શન એ એક મહાન ખેલાડી છે આ આઈપીએલ સિઝનમાં સહિત છેલ્લા ૨૪ મહિનાથી તેનું પ્રદર્શન બહુ જ સરસ રહ્યું છે અને ઇંગ્લેન્ડ પ્રવાસમાં તેની પસંદગી એ દેશ માટે ગૌરવની વાત છે.એમ.એસ.ધોની બાદ સીએસકે ના વિકેટકીપર ઓપ્શન માટે હજુ ઘણો લાંબો સમય બાકી છે ઉર્વીલ પટેલ સારો વિકેટકીપર છે ક્રિકેટ એ કોમ્પ્લેક્સ ગેમ છે.પિચ અંગે કહ્યું કે વિકેટ ઘણી સારી છે .
ગુજરાત ક્રિકેટ એસોસિએશન ના માનદ સેક્રેટરી અનિલ પટેલે જણાવ્યું હતું કે તારીખ ૨૫/૦૫/૨૦૨૫ ની આઇપીએલ ૨૦૨૫ ની ગુજરાત ટાઈટન્સ વિરુધ્ધ ચેન્નઈ સુપર કીંગ ની મેચ બપોરના (૦૩:૩૦ PM) એ રમાવાની છે. ગરમી વધુ રહે તેવી અને ઉપરાંત હીટ વેવ ની શક્યતાઓ રહેલ છે, ત્યારે સ્વભાવિક જ GUJARAT TITANS અને ગુજરાત ક્રિકેટ એસોસીએશન તરફથી મેચ દરમિયાન આવનાર પ્રેક્ષકો, બંદોબસ્તના કર્મચારીઓ અને અન્ય ને ગરમીની અસર ઓછી થાય, હિટ વેવ થી રક્ષણ મળે તે આશ્રયથી વહીવટકર્તાઓ એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે હોસ્પિટલનો વધુ સ્ટાફ, ડોક્ટર્સ અને ૧૦૮ ની વધુ એમ્બુલન્સની વ્યવસ્થા કરેલ છે. સ્ટેડિયમમાં જ નાની (ચાર બેડની) બે હોસ્પિટલ ઊભી કરવામાં આવનાર છે. જરૂર જણાય ત્યારે મેડિકલ કાઉન્ટર ઉપરથી અને સ્વયં સેવક પાસેથી વિના મૂલ્યે ORS ના પેકેટો મેળવી શકશે. સ્વયં સેવકોને પણ આ બાબતે સજાગ કરવામાં આવેલ છે. આયોજકો દ્વારા વિના મૂલ્યે ગેટ નંબર-૧, ફેન ઝોન ૧, ફેન ઝોન -૨, RAMADA કલબ ગેટ પાસે અને પ્રેસિડેન્ટ ગેલેરી પિક અપ પોઈન્ટ અને ૧૦ વોટર પોઈન્ટ પોડિયમ ખાતે ફી પીવાના પાણી ની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. અલગ અલગ બ્લોક ખાતે મીસ્ટ પંખા અને કુલર પંખાની પણ વ્યવસ્થા કરેલ છે. પ્રેક્ષકો ખૂબ પાણી પીવાનું રાખે અને તડકામાં વારંવારં જવાનું ન રાખે.
ભારતીય ટીમમાં કોને તક મળી?
BCCI એ ભારતના ઇંગ્લેન્ડ પ્રવાસ માટે 18 ખેલાડીઓની પસંદગી કરી છે. શુભમન ગિલને ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. જ્યારે ઋષભ પંતને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ સિવાય કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઈસ્વરન, નીતિશ કુમાર રેડ્ડી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન સુંદર, કરુણ નાયર, શાર્દુલ ઠાકુર, પ્રસિદ્ધ ક્રિષ્ના, આકાશદીપ, અર્શદીપ અને યશદીપ સિંહને ટીમમાં સ્થાન મળ્યું છે.





