અમદાવાદ
GCCI નીમહાજન સંકલન સમિતિ તેના સંલગ્ન એસોશિયેશનો સાથે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી સંયુક્ત ઉપક્રમે 1 લી જૂનથી 15મી જૂન, 2025 સુધી મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવ (પખવાડિયા) નું આયોજન કરવામાં આવ્યું છે.
GCCI ની મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવ આજે તા:01/06/2025 ના રોજ અમદાવાદ ફર્નીચર એસોસિએશન દ્વારા બાપુનગર, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું જેનું ઉદ્ઘાટન દીપ પ્રાગટ્ય દ્વારા GCCI ના ઉપપ્રમુખ શ્રી અપૂર્વ શાહેં કર્યું હતું. અને આ મેગા બ્લડ ડોનેશનમા ઉપસ્થિત એસોસિએશનના હોદ્દેદારોનો આભાર માન્યો હતો અને અન્ય સૌ આ સારા કાર્ય માટે જોડાયા છો તેઓનો પણ અભાર માન્યો હતો.
ઉદઘાટન સમારોહમાં શ્રી અપૂર્વ શાહ, ઉપપ્રમુખ, GCCI, શ્રી આશિષભાઈ ઝવેરી, ચેરમેન,મહાજન સંકલન કમિટી, GCCI અને શ્રી દિનેશ શેઠ, પ્રમુખ, અમદાવાદ ફર્નીચર એસોસિએશન, શ્રી હિતેશ બ્રહ્મટ્ટ, સેક્રેટરી, અમદાવાદ ફર્નીચર એસોસિએશન અને કારોબારીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી સંદીપ એન્જીનીયર, પ્રમુખ, GCCI એ તેમના મુખ્ય વક્તવ્યમાં અમદાવાદ ફર્નીચર એસોસિએશનને તેમના સુઆયોજિત રક્તદાન શિબિરની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે બ્લડ ડોનેશનનું વધારેમા વધારે આયોજન થાય અને આ બ્લડ જરૂરિયાત થેલેસેમિયાના બાળકો સુધી પોહચે તેવું જણાવ્યું હતું. તેમણે આ બ્લડ ડોનેશન માટે સુભેચ્છા સંદેશ પણ પાઠવ્યો હતો. ભારપૂર્વક જણાવ્યું હતું કે આ નિર્ણય GCCI ના સામાજિક કલ્યાણ માટેના સમર્પણ અને રક્તદાનની નિર્ણાયક જરૂરિયાતને પહોંચી વળવા તેના સક્રિય અભિગમને પ્રકાશિત કરે છે.
GCCI દર વખતે જન્યુઆરી અને જૂન મહિનામા આ આ રીતે મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનું આયોજન કરતી હોય છે જે થેલેસેમિયાના બાળકોને સમર્પિત હોય છે.
14 મી જૂન, 2025 ના રોજ યોજાનારી સમાપન ઇવેન્ટમાં GCCI નાહોદ્દેદારો તમામ સહભાગીએ સોશિયેશનોને “સહભાગીતા પ્રમાણપત્ર” રજૂ કરશે.


