અમદાવાદ વિમાન દુર્ઘટના પર ટ્રમ્પે દુ:ખ વ્યકત કર્યું : ભારતને મદદની ઓફર કરી
આ ઉડ્ડયનના ઈતિહાસની સૌથી ખરાબ દુર્ઘટનાઓમાંની એક છે : રાષ્ટ્રપતિ ટ્રમ્પ
વોશિંગ્ટન,(અમેરિકા)
અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુ:ખ વ્યક્ત કર્યું. તેમણે તેને ભયાનક અકસ્માત ગણાવ્યો અને કહ્યું હતું. કે, જો મદદની જરૂર હોય તો તેઓ તાત્કાલિક મદદ પૂરી પાડવા તૈયાર છે.
ટ્રમ્પે કહ્યું કે, આ ઉડ્ડયન ઇતિહાસમાં સૌથી મોટા અકસ્માતોમાંનો એક હોઈ શકે છે. તેમણે કહ્યું વિમાન દુર્ઘટના ભયંકર હતી. મેં તેમને પહેલેથી જ કહ્યું છે કે, જો અમે કંઈ મદદ કરી શકીએ તો અમને જણાવો.
તેમણે કહ્યું, તે એક ભયંકર અકસ્માત હતો. એવું લાગે છે કે, મોટાભાગના લોકો મૃત્યુ પામ્યા છે. આ સાથે આગળ કહ્યું અમે વિમાન જોયું. તે બરાબર ઉડતું હોય તેવું લાગતું હતું. એવું લાગતું ન હતું કે કોઈ વિસ્ફોટ થયો છે. એવું લાગતું હતું કે, એન્જિનો કદાચ પાવર ગુમાવી ચૂક્યા છે.






