અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 274 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાંથી એક મૃતક પૂર્વ CM વિજય રૂપાણી (Ex-CM Vijay Rupani) પણ હતા. ગણતરીની સેકન્ડોમાં વિમાન ક્રેશ થતાં રૂપાણીનું આકસ્મિક નિધન થયુું હતું. તેમની મૃત્યુ પહેલા 2 ઈચ્છાઓ હતી જે હવે અધૂરી રહી ગઈ છે.
વિજય રૂપાણીનું પૈતૃક ગામ ચણાકામાં આવેલ અંબા માતા પર ખૂબ શ્રદ્ધા ધરાવતા હતા.
કુળદેવી અંબા માતા અને સુરાપુરા દાદાનાં દર્શન માટે તેઓ દર વર્ષે આવતા હતા. તેમણે માતા અંબાનાં મંદિરને સ્વ ખર્ચે 50 લાખ જેટલી કિંમતનો ખર્ચ કરી મંદિરનો જીર્ણોદ્વાર કરાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જીવનમાં પ્રથમ વખત 11 કલાક સુધી યજ્ઞમાં બેઠા હતા. બે્ દિવસ ચાલનારી પ્રાણ-પ્રતિષ્ઠામાં વિજય રૂપાણી પરિવાર સાથે હાજર રહ્યાં હતા, અને મનોકામના પૂર્ણ કરી હતી. પરંતુ બીજી ઈચ્છા પૂરી કરતા પહેલા તેઓએ દુનિયાને અલવિદા કરી દીધું.
પ્રાપ્ત વિગતો અનુસાર, તેમણે મંદિર સુધી પહોંચવા ભક્તો માટે લિફ્ટ બનાવડાવવી હતી. મંદિર સુધી જવા 80 પગથિયાં ચઢવા પડે છે, જેથી અસક્ત, વૃદ્ધ વ્યક્તિઓને તકલીફ ન પડે. સ્થાનિકોનું કહેવું છે કે વિજય રૂપાણી સાથેનાં અમારા સંબંધો બાળપણથી હતા. અહીં આવવાનું હોય એટલે ફોન કરીને કહી દેતા, હું આવું છું, એટલે આખું ગામ તૈયાર રહેતું. બીમાર, કમજોર વ્યક્તિઓની મદદ માટે તેઓ હંમેશા આગળ રહેતા.
ગ્રામજનોનું કહેવું છે કે રૂપાણીભાઈએ જે કર્યું છે તે કદી ભૂલી શકાશે નહીં. તેઓ સમાજસેવા માટે હંમેશા આગળ રહેતા હતા. પશુ-પંખીઓ માટે ચબૂતરો, ગૌશાળા બાંધવી અથવા તેને લઈ કાર્યો પૂર્ણ કરવા, સમસ્યાઓનું નિરાકરણ જાતે લાવતા હતા. તેમના નિધનથી સ્થાનિકોએ મજબૂત સ્તંભ ગુમાવ્યો છે તેવું તેમનું કહેવું છે. નાગરિકોની સમસ્યાનું નિરાકરણ લાવવા તેઓ હંમેશા આગળ રહેતા હતા. માળખાકીય સુવિધા કે નાની નાની અરજી નિકાલનું કામ હોય, બધું પોતાનું સમજીને કરતા હતા.
એક મંદિરનાં વિકાસ માટે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે યાત્રાધામ વિકાસ બોર્ડના માધ્યમ દ્વારા રૂપિયા 4 કરોડથી વધુ ગ્રાન્ટ ફાળવી મંદિરનો વિકાસ કર્યો હતો. મંદિરની નજીક સંતો માટે રહેવાની વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે, જ્યાં રહેણાંક રૂમ, આરામદાયક બાથરૂમ અને પ્રાર્થના સ્થાનો છે. યાત્રાળુઓ અને સંતો માટે એક વૈભવી રેસ્ટોરન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં દરરોજ ભોજન પીરસવાનું આયોજન છે. મંદિરની નજીકની જમીનમાં એક ગૌશાળા બનાવવામાં આવી છે, જ્યાં હાલમાં હજારો ગાયો માટે પાંજરા જેવી વ્યવસ્થા છે. યાત્રાધામની મુલાકાત લેતા અન્ય સંતો અને મહંતો માટે અલગ પવિત્ર રહેઠાણ બનાવવામાં આવ્યું છે, જેમાં પંખા, પાણી, શૌચાલય સહિતની તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે.