પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા લોકોના પરિજનોને કોલ કરી પૈસા પડાવાય છે
સરકારે અધિકૃત નંબર જાહેર કરી અજાણ્યા કોલ આવે તો વ્યવહાર ન કરવા કહ્યું
કેટલાક ગઠિયા મૃતકોના સગાવહાલાને ગેરમાર્ગે દોરી તેમની સાથે છેતરપિંડી કરી શકે છે તેવી સરકારને શંકા છે. સરકારે પરિજનોને વિનંતી કરી છે કે, તેઓ ફક્ત અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડેઝિગ્નેટેડ નંબર પરથી અધિકૃત વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા ફોન કોલને જ ધ્યાને લે. આ કોલમાં જ DNA મેચ થયાની અને પાર્થિવ દેહ લેવા આવવાની જાણ કરવામાં આવશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા જાહેર કરાયેલા અધિકૃત नंनशे 9429915911, 9429916096, 9429916118, 9429916378, 9429916608, 9429916622, 9429916682, 9429916758, 9429916771, 9429916875 થકી જ પરિજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.
આ સિવાયના કોઇ નંબર પરથી ફોન કોલ આવે તો તેની સાથે કોઇ વ્યવહાર ન કરવા જણાવવામાં આવ્યું છે. મૃતકોના શબ કે અવશેષો સોંપતી વખતે રાજ્ય સરકાર દ્વારા મૃત્યુ પ્રમાણપત્ર, અકસ્માત મૃત્યુ કેસ રિપોર્ટ, પોલીસ તપાસ, પોસ્ટમોર્ટમ નોટ, DNA મેચિંગ અંગેનો FSL રિપોર્ટ, શરીર પર મળેલા કોઈપણ ઘરેણાં અથવા વસ્તુઓ પણ સોંપવામાં આવી રહી છે.