હોસ્પિટલમાં ડાયાલિસિસ ચાલતું હતું ત્યારે જ પાવર ગયો, અડધું લોહી મશીનમાં જ રહી ગયું, દર્દીએ જીવ ગુમાવ્યો

Spread the love

 

ઉત્તર પ્રદેશના બિજનૌરમાં મેડિકલ કોલેજની બેદરકારીને કારણે એક દર્દીનું મોત થઈ ગયું. કહેવામાં આવી રહ્યું છે કે, યુવક પોતાની માતા સાથે ડાયાલિસિસ કરાવવા પહોંચ્યો હતો. ડાયાલિસિસ પ્રક્રિયા ચાલી રહી હતી કે અચાનક હૉસ્પિટલની વીજળી જતી રહી. જેના કારણે મશીન બંધ થઈ ગયું. એટલું જ નહીં, જ્યારે પરિવારજનોએ જનરેટર ચલાવવાની માગ કરી ત્યારે સ્ટાફે કહ્યું કે જનરેટરમાં ડીઝલ નથી.

શું છે આખો મામલો?

મીડિયા રિપોર્ટ મુજબ, મૃતકની ઓળખ સરફરાઝ (25) તરીકે થઈ છે. જે બિજનૌરના ફૂલસંદા ગામનો રહેવાસી હતો. 14 જૂનના રોજ સવારે લગભગ 10:00 વાગ્યે સરફરાઝ પોતાની માતા સાથે ડાયાલિસિસ કરાવવા મેડિકલ કૉલેજ ગયો હતો. સરફરાઝનું ડાયાલિસિસ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન અચાનક વીજળી જતી રહી અને તેનું ડાયાલિસિસ બંધ થઈ ગયું. ત્યારબાદ, જ્યારે તેની તબિયત બગડવા લાગી, તો માતા સલમાએ સ્ટાફને જનરેટર ચલાવવા કહ્યું. તેણે દાવો કર્યો કે કોઈએ તેની વાત ન સાંભળી.

 

રિપોર્ટ મુજબસ્ટાફે કહ્યું કે, જનરેટરમાં ઇંધણ નથી. જ્યારે સરફરાઝની હાલત ખરાબ થવા લાગી, તો ત્યાં હાજર સ્ટાફે તેને CPR આપવાનું ચાલુ કર્યું. બીજી તરફ, સરફરાઝની માતા જનરેટર ચાલુ કરવા માટે વિનંતી કરતી રહી. CDO પૂર્ણા બોહરા મેડિકલ કૉલેજમાં ગંદકીની ફરિયાદ મળ્યા બાદ તપાસ માટે પહોંચ્યા હતા. તેઓ અવાજ સાંભળીને ડાયાલિસિસ રૂમમાં પહોંચ્યા અને આખા મામલાની જાણકારી લીધી. તેમણે તાત્કાલિક જનરેટર ચલાવવાનો આદેશ આપ્યો. સ્ટાફે કહ્યું કે જનરેટર ચલાવવા માટે ડીઝલ નથી.

ત્યારબાદ CDO બોહરાએ ડીઝલ મગાવ્યું, પરંતુ ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ગયું હતું. અડધું લોહી ડાયાલિસિસ મશીનમાં ફસાઈ જવાને કારણે સરફરાઝનનું મોત થઈ ગયું. જોકે, બાદમાં જનરેટર ચાલુ થયું અને અન્ય 4 લોકોની ડાયાલિસિસ પ્રક્રિયા પૂર્ણ થઈ શકી. જેવી જ આ બાબતની માહિતી CMOને મળી, તેઓ પણ તપાસ માટે હૉસ્પિટલ પહોંચી ગયા. થોડા સમય બાદ DM જસજીત કૌર પણ પહોંચ્યા અને સમગ્ર મામલાની જાણકારી લીધી. DMએ મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ઉર્મિલા કાલે પાસેથી આ સંદર્ભમાં જવાબ માગ્યો. જેમણે સમગ્ર મામલાની જવાબદારી સંજીવની પ્રાઇવેટ લિમિટેડ કંપની પર નાખી દીધી. પ્રિન્સિપાલ ઉર્મિલા કાલેએ જણાવ્યું હતું કે, સંજીવની પ્રાઇવેટ લિમિટેડ હૉસ્પિટલમાં ડાયાલિસિસનું કામ જુએ છે.

રિપોર્ટ મુજબ, CDO પૂર્ણા બોહરાએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ડાયાલિસિસ વિભાગમાં તબીબી ઉપકરણો અને દવાઓ સાથે-સાથે બીજો સામાન પણ ગંદકી ભરેલા માહોલમાં રાખેલા હતા. તેમણે કહ્યું કે, વીજળી ન હોવાને કારણે પંખા અને મશીનો બંધ હતા. એક દર્દીનું મોત અમારી સામે થયું છે. આ ખૂબ જ ગંભીર મામલો છે. આ ઉપરાંત, કંપનીના SOP પૂર્ણ ન થઇ હોવા થતા પણ મેડિકલ મેનેજમેન્ટ દ્વારા કંપનીને ચૂકવણી કરવામાં આવી રહી છે. જે એક મોટી બેદરકારી છે.

તેમણે કહ્યું કે, તપાસ પૂર્ણ કરીને રિપોર્ટ ટૂંક સમયમાં DMને સોંપવામાં આવશે. સાથે જ બેદરકારીને કારણે જેનું મોત થયું છે, એ મામલે પણ કાર્યવાહી કરવામાં આવશે. તો DMએ કહ્યું કે, કંપનીને બ્લેકલિસ્ટ કરવા માટે સરકારને પત્ર લખવામાં આવ્યો છે અને CDOને વિસ્તૃત તપાસ રિપોર્ટ સોંપવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે, ડાયાલિસિસમાંશરીરમાંથી લોહી કાઢવામાં આવે છે. જે તેને સાફ કરે છે. મશીનમાં એક ફિલ્ટર હોય છે, જે અપશિષ્ટ તરલ પદાર્થોને લોહીમાંથી અલગ કરે છે અને પછી શુદ્ધ લોહી શરીરમાં પાછું મોકલી દેવામાં આવે છે. મોટાભાગના મામલાઓમાં, ડાયાલિસિસની જરૂરિયાત એ દર્દીઓને હોય છે, જેમની કિડની કામ કરવાનું બંધ કરી દે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *