લિયામ મેકકાર્થીનું નિરાશાજનક ડેબ્યૂ: સૌથી વધુ રન આપવાનો શરમજનક રેકોર્ડ બનાવ્યો

Spread the love

 

 

વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી T-20 મેચમાં આયર્લેન્ડના લિયામ મેકકાર્થીનું ડેબ્યૂ નિરાશાજનક રહ્યું, તેણે 4 ઓવરમાં 81 રન આપીને T-20 આંતરરાષ્ટ્રીય ડેબ્યૂમાં સૌથી વધુ રન આપવાનો શરમજનક રેકોર્ડ બનાવ્યો. વેસ્ટ ઈન્ડિઝે પહેલા બેટિંગ કરતા 256 રન બનાવ્યા, જે તેમનો બીજો સૌથી વધુ T-20 સ્કોર છે. લિયામ મેકકાર્થીના સ્પેલ વિશે વાત કરીએ તો, તેણે પોતાની 4 ઓવરમાં 81 રન આપ્યા, જેમાં 11 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, લિયામે 2 વાઈડ બોલ પણ ફેંક્યા. 23 વર્ષીય લિયામ મેકકાર્થી જમણા હાથનો મધ્યમ ઝડપી બોલર છે. વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોએ તેના બોલ પર ઘણા રન બનાવ્યા હતા. અગાઉ આ રેકોર્ડ શ્રીલંકાના કાસુન રજીથાના નામે હતો. તેણે 2019માં ઓસ્ટ્રેલિયા સામે 75 રન આપ્યા હતા, જે ICC ના પૂર્ણ સભ્ય દેશોના કોઈપણ બોલર દ્વારા સૌથી વધુ છે. T-20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ રન આપવાનો રેકોર્ડ ગામ્બિયાના મોસેસ જોબાર્ટેહના નામે છે. તેમણે 2024માં ઝિમ્બાબ્વે સામે ચાર ઓવરમાં 93 રન આપ્યા હતા. આ મેચ કેન્યાના નૈરોબીમાં રમાઈ હતી. આ મેચમાં ઝિમ્બાબ્વેએ 344/3 રન બનાવ્યા હતા. આ T-20 ઇતિહાસમાં પણ સૌથી વધુ સ્કોર છે. જોકે, આ ટીમો ICC ના પૂર્ણ સભ્ય નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *