ઈરાનના અણુમથકો ખત્મ કરાશે : અમેરિકાની મંજુરી જરૂરી નથી : નેતાનયાહુ

Spread the love

 

 

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં આઠમા દિવસે હાલ અમેરિકા આ યુદ્ધમાં ઝંપલાવે તેવી શકયતા રહી નથી. તો બીજી તરફ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતાનયાહુએ તેનું આક્રમણ ચાલુ જ રહેશે. તેવો હુંકાર કરતા કહ્યું કે, ઈરાનના અણુ મથકોને અમો ટાર્ગેટ કરશુ અને તે માટે અમારે અમેરિકાની મંજુરીની જરૂર નથી. જો કે અગાઉ ઈરાનના સર્વોચ્ચ શાસક આયાતુલ્લાહ અલી ખાઈમેનીને પણ ખત્મ કરાશે તેવી ધમકી આપનાર બેન્જામીન યાહુએ હવે આ મુદે મૌન સેવી લીધુ છે. તેઓએ જણાવ્યું કે ઈરાનના અત્યંત સુરક્ષિત ગણાતા ફોરગે-અણુ મથકને પણ તેઓ નિશાન બનાવશે. તેઓએ કહ્યું કે, અમેરિકાએ આ યુદ્ધમાં જોડાવુ કે નહી તે નિર્ણય અમેરિકાએ કરવાનો છે પણ ઈઝરાયેલનુ મીશન ચાલુ જ રહેશે. અમેરિકા માટે જે સારૂ હોય તે અમેરિકા કરી શકે છે ઈઝરાયેલ માટે શ્રેષ્ઠ શુ છે તે અમો નકકી કરીશું અને અમારી પાસે કોઈ વિકલ્પ પણ નથી. અમો 3500 વર્ષના યહુદી ઈતિહાસને કોઈ ભૂસી નાખવા માંગતુ હોય તો તે અમો સ્વીકારશુ નહી અને અમારી પાંચ આયાતોલ્લાહની ધમકીને ભરી પીવાની તાકાત છે. તેઓએ દાવો કર્યો કે ઈઝરાયેલ તેના નિર્ધારિત આયોજન કરતા પણ આગળ છે. બીજી તરફ ઈરાને પણ તેનું આક્રમક વલણ ચાલુ જ રાખ્યુ છે અને પ્રથમ વખત ઈરાને કલસ્ટર બોમ્બનો ઉપયોગ કર્યો છે. ખાસ કરીને ઈરાને પ્રથમ વખત તેના મિસાઈલને ઈઝરાયેલના ક્રાઉન જવેલ ઓફ સાયન્સ તરીકે ઓળખાતી વૈજમાન ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સ પર મિસાઈલ દાગ્યા હતા તથા આ ઈન્સ્ટીટયુટને ભારે નુકસાન પહોંચાડી છે. આ ઈન્સ્ટીટયુટ ઈઝરાયેલની મુખ્ય સાયન્સ ઈન્સ્ટીટયુટ છે અને અહી વૈજ્ઞાનિકો તથા રીસર્ચ કરતા લોકોને ટાર્ગેટ કરાયા છે અને તેનાથી અહીની અનેક લેબ.ને ભારે નુકશાન થયુ છે. જો કે જાનહાનીના કોઈ રિપોર્ટ હજુ બહાર આવ્યા નથી પણ અમોના વૈજ્ઞાનિક સંશોધનો પરનો હુમલો ઈઝરાયેલ માટે મોટો પ્રહાર બન્યો છે. બીજી તરફ ઈરાને હવે દેશના રીવોલ્યુશનરી ગાર્ડના નવા વડા તરીકે જનરલ બાદોમીને નિશ્ર્ચિત કર્યા છે. ઈરાની દળોએ હવે સ્ટ્રેટેજી બદલી છે અને ઈઝરાયેલની અનેક ઈન્સ્ટીટયુટને નિશાન બનાવવાનું શરૂ કર્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *