
રાષ્ટ્રીય લોક મોરચાનાં અધ્યક્ષ અને રાજયસભાનાં સભ્ય ઉપેન્દ્ર કુશવાહને લોરેન્સ બિશ્નોઈના નામે જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેમણે સોશ્યલ મીડિયા પર આ જાણકારી શેર કરીને પટણા એએચવીએને આ મામલે કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
કુશવાહના બે મોબાઈલ નંબરો પર વારંવાર ધમકીભર્યા ફોન આવી રહ્યા છે. જેમાં એક ખાસ પાર્ટી પર બોલવા પર ગંભીર પરીણામ ભોગવવાની ચેતવણી આપી છે. કુશવાહાએ સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ એકસ પર આ મામલે જાણકારી આપતા કહ્યું હતું કે મે આ મામલે પટણાનાં એસપીને કાર્યવાહી જ માંગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે લોકશાહી વ્યવસ્થામાં આ પ્રકારની ધમકી અસ્વીકાર્ય છે આ વિઘ્નને ઝડપથી સમાપ્ત કરી દેવુ જોઈએ