ગાંધીનગરમાં પંચેશ્વર મંદિરમાં ચતુર્થ પાટોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી
તમામ હિન્દુ તહેવારોની સાર્વજનિક ભવ્ય ઉજવણીના કારણે
રાયસણનું પંચેશ્વર મંદિર ગાંધીનગરનું આકર્ષણનું કેન્દ્ર બન્યું
ગાંધીનગર ,શનિવાર .
ગાંધીનગરમાં રાયસણ મેટ્રો સ્ટેશન સામે આવેલ
ભવ્ય પંચેશ્વર મંદિરનો આજે ચતુર્થ પાટોત્સવ છે.
મંદિર સમિતિ અને શ્રધ્ધાળુઓના અદમ્ય ઉત્સાહથી
દર વર્ષની જેમ આ વખતે પણ પંચેશ્વર મંદિરના ચોથા
પાટોતસવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી
હતી .
પાટોત્સવ ઉજવણીના ભાગરુપે પંચેશ્વર પરિસરમાં
યજ્ઞનું આયોજન કરાયું હતું . બપોરે ૧૨ વાગે યજ્ઞમાં
શ્રીફળ હોમવામાં આવ્યું એ સમયે ઉપસ્થિત વિશાળ
ધર્મ સમુદાયે ભગવાનના જયધોષ સાથે વાતાવરણને
દિવ્ય બનાવી દીધું હતું
આ ઉપરાંત પંચેશ્વર મંદિર પરિસરમાં આવેલ શ્રી અંબાજી
માતાનું મંદિર , શ્રી રાધાક્રુષણ ભગવાનનું મંદિર ,
શ્રી પંચેશ્વર મહાદેવનું મંદિર , શ્રી રામજી મંદિર અને
મનોકામનાપૂર્ણ હનુમાનજી મંદિરમાં ભગવાનને છપ્પન ભોગનો
અન્નકુટ અને અન્નકુટની આરતીનો પણ સેંકડો ભક્તજનોએ લાભ લીધો હતો . આ આખોયે પ્રતિષ્ઠા મહોત્સવ રાયસન રાંદેસન પૂરતો સીમિત ના રહેતા ગાંધીનગરના દૂર દૂરના વિસ્તારમાંથી પણ ભક્તજનો ઉમટી પડ્યા હતા . વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી પાટોત્સવ મહોત્સવને દીપાવવા બદલ મંદિર સમિતિ સૌનો જાહેર આભાર માન્યો હતો . આ પ્રસંગે મેયર શ્રીમતી મિરાબેન પટેલ , શ્રી જશુભાઇ પટેલ,
જિજ્ઞેશ કાનાબાર , રમેશભાઇ પટેલ , યોગેશભાઇ પટેલ ,
દિલીપભાઇ પટેલ વગેરે એ પાટોત્સવ અનનકુટ મહોત્સવની આરતીમાં ભાગ લીધો હતોં.
અત્રે એ ઉલ્લેખનિય છે કે ગાંધીનગરનાં મેયર મીરાબેન પટેલ , ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર ,
રાયસણના ત્રણેય નગરસેવકો શ્રી પોપટજી ગોહિલ, શ્રી
મહેન્દ્રભાઇ દાસ, શ્રીમતી તેજલબેન નાયી, પૂર્વ સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન શ્રી જશુભાઇ પટેલ , શ્રી પ્રમુખભાઇ પટેલ , શ્રી યોગેશભાઇ પટેલ , શ્રી રમેશભાઇ પટેલ, શ્રી જિગ્નેશભાઇ કાનાબાર, શ્રી ગૌરાંગભાઇ પટેલ , શ્રી ભાનુદાદા , શ્રી દિલીપભાઇ પટેલ , તેમજ સમસ્ત રાંદેસણ અને રાયસણ ગામના અગ્રણીઓના સહકારથી મંદિર પરિસરમાં પંચેશ્વર તળાવ અને રમણીય ગાર્ડનનું નિર્માણ અને રીનોવેશન પણ પૂર્ણતાના આખરી તબક્કામાં છે.
પંચેશ્વર પરિસરને તળાવ અને ગાર્ડન દ્વારા રમણીય ઓપ આપવા માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ , કેન્દ્રીય ગ્રુહમંત્રી અને ગાંધીનગરના સાંસદ શ્રી અમિતભાઇ શાહ, ગાંધીનગરના પ્રભારી મંત્રી અને ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી , સ્થાનિક ધારાસભ્ય શ્રી અલ્પેશજી ઠાકોર , ગાંધીનગર મ્યુનિસિપલ કમિશ્નર શ્રી વાઘેલાજી , મેયર મીરાબેન પટેલ, ત્રણેય કોર્પોરેટર તેમજ નામી અનામી તમામ સમાજ શ્રેષ્ઠીઓનો મંદિર સમિતિએ જાહેર આભાર માન્યો હતો .
અત્રે એ ઉલ્લેખનીય છે કે રાયસણ મેટ્રો સ્ટેશન સામે
પોસ એરિયામા આવેલ પંચેશ્વર મંદિરના પરિસરમાં
નિર્માણાધીન તળાવ અને બગીચાનું કામ પૂર્ણ થતાં
ગાંધીનગરનું સર્વશ્રેશ્ઠ તીર્થસ્થાન તરીકે પંચેશ્વર મંદિર
ઊભરી આવશે. પંચેશ્વર મંદિરમાં વર્ષ દરમિયાન તમામ
હિન્દુ તહેવોરોની પણ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવતી
હોઇ પંચેશ્વર મંદિર સનાતન ધર્મ પ્રેમી જનતામાં શ્રધ્ધા અને
આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

