
અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ એર ઈન્ડિયાએ વધુ એક મોટી જાહેરાત કરી છે. 19 રૂટ પર ઉડાનો ઘટાડી નાખી છે અને અન્ય ત્રણ રૂટ પર સેવાઓ બંધ કરી દીધી છે. એર ઈન્ડિયાએ રવિવારે મોટો ફેસલો લીધો છે. ટાટા ગ્રુપની એરલાઈન 19 રૂટો પર ચાલનારી 118 સપ્તાહિક ઉડાનો ઘટાડી નાખશે. આ ઉડાનો નાના આકારના વિમાનો (નેરો-બોડી એરક્રાફટ)થી ભરવામાં આવે છે. આ સાથે જ ત્રણ રૂટો પર વિમાન સેવાને બંધ કરવામાં આવશે. એર ઈન્ડિયાએ આ પહેલા મોટા આકારના વિમાનોની 15 ટકા આંતરરાષ્ટ્રીય ઉડાનો ઘટાડવાની જાહેરાત કરી હતી. આ બધા ફેરફાર કેટલાક સમય માટે જ કરવામાં આવી રહ્યા છે. એરલાઈનનું કહેવું છે કે, આ પગલાં પુરા નેટવર્કમાં ઓપરેશનને સ્થિર રાખવા માટે લેવામાં આવી રહ્યા છે. આથી યાત્રીઓને છેલ્લી ઘડીએ પરેશાનીથી બચાવી શકશે. આ ફેરફાર 15 જુલાઈ 2025 સુધી લાગુ રહેશે. આ ઉડાનો અસ્થાયી રીતે બંધ: બેંગ્લુરુ-સિંગાપોર, પુણે-સિંગાપોર અને મુંબઈ-બાગડોગરા (એઆઈ 551/552) રૂટો પર દર સપ્તાહે ઉડનારી 7 ઉડાનો બંધ રહેશે. આ રોક જુલાઈના મધ્ય સુધી ચાલુ રહેશે. આ ઉપરાંત દિલ્હી-બેંગ્લુરુ અને દિલ્હી-મુંબઈ જેવા કેટલાક ઘરેલુ રૂટો પર પણ ઉડાનોની સંખ્યા ઓછી કરવામાં આવશે. ટાટા ગ્રુપે જણાવ્યું હતું કે એઆઈ 171 વિમાન દુર્ઘટનાની તપાસ હજુ પણ ચાલુ છે. આ દુર્ઘટનામાં 241 યાત્રી મૃત્યુ પામ્યા હતા.