
સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર ચાલતી વિવિધ કંપનીઓની જાહેરાતોથી પ્રભાવિત થઇને તેના લખાણની નીચે આપેલી લિંક દ્વારા એપ ડાઉનલોડ કરવી ખતરનાક સાબિત થઇ શકે છે. તેમાં છુપાયેલી એપીકે ફાઇલો મોબાઇલ ફોનમાં આવે છે અને મોબાઇલ ફોનની કમાન્ડ લિંક પણ મળે છે. આ સાથે, તેઓ બેંક ખાતાઓ ખાલી કરી શકે છે. ફોન મિરરિંગ દ્વારા તમારી સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સને પણ એક્સેસ કરી શકે છે. કોઈ અજાણી લિંકથી એપ્લિકેશન ડાઉનલોડ કરશો નહીં. પોલીસ અને સાયબર સેલે એડવાઈઝરી પણ જાહેર કરી છે.
સ્ટેટ સાયબર સેલના જણાવ્યાં અનુસાર સાયબર ઠગ વોટ્સએપ અને મેસેન્જરમાં લોકોને લિંક્સ મોકલે છે. જેવો મોબાઈલ હોલ્ડર આ લિંકને ઓપન કરે છે. તો આનાથી મોબાઈલ મિરરિંગ પણ થાય છે. આ લિંક્સ વિવિધ ઓફર્સ અથવા કંપનીઓના નામે આપવામાં આવે છે. લોકો ઓનલાઈન એપ્સથી જોરશોરથી ખરીદી કરે છે. પ્રોડક્ટ પર ઓફર પણ આપવામાં આવી રહી છે. આની આડમાં સાયબર ઠગ કંપનીના નામ જેવાં જ નામોનો ઉપયોગ કરીને લોભામણા સપના બતાવી મોબાઈલ યુઝર્સને છેતરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.